
જાપાનની એક ટ્રકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, લોકો ખુબ કરી રહ્યાં છે પસંદ
હાલમાં ઈન્ટરનેટ પર એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારે વાહનોની સુરક્ષા સાથે જોડાયેલી એક અનોખી ટેક્નોલોજી જોવા મળી રહી છે. આ વીડિયોમાં જાપાનની એક ટ્રક માલ લઈને જઈ રહી છે. ખાસ વાત એ છે કે તેનાથી થોડાક મીટર દૂર રસ્તા પર એક લેસર લાઇન પડી રહી છે અને આ જ વાસ્તવિક સુરક્ષા ટેક્નોલોજી હોવાનું કહેવાય છે.
આ વિડિયો માઈક્રોબ્લોગિંગ સાઈટ ‘X’ પર ‘વ્હાઈટ બેઝ અધિકારી’ નામના ઓફિશિયલ હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે- સરળ પણ સ્માર્ટ આઈડિયા. અન્ય વાહનોના ડ્રાઇવરોને લાઇન ક્રોસ ન કરવા અને ઓવરટેક ન કરવાની સલાહ આપવા માટે લેસરનો ઉપયોગ કરાયો છે.
આ 15 સેકન્ડનો વીડિયો રાત્રે ટ્રકની પાછળ આવતા વાહનમાંથી શૂટ કરવામાં આવ્યો છે. ક્લિપમાં હિમવર્ષા પણ જોવા મળી રહી છે. આમાં કારની આગળ એક મોટી ટ્રક મક્કમ ઝડપે જઈ રહી છે. ટ્રકમાં હાજર ટેક્નોલોજીની મદદથી ટ્રકથી થોડાક મીટર દૂર રોડ પર લેસર લાઈન પડી રહી છે. વીડિયો જોઈને લાગે છે કે આ ભારે માલસામાન લઈ જતું વાહન છે.
Simple but clever idea. This vehicle uses a laser to advise drivers not to pass the line & overtake it. Appears to be a large load vehicle just in front of it. pic.twitter.com/cbE7Dq1tqm
— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) February 5, 2024
વાસ્તવમાં, આ લેસર લાઇન અન્ય વાહનોને ટ્રકની ઓવરટેક ન કરવા અને તેની પાછળ ચોક્કસ અંતર રાખવાની સૂચના આપે છે. જેથી ટ્રક થોભી જાય કે ધીમી પડે ત્યારે પાછળના વાહન સાથે અથડાવાથી અકસ્માત ન થાય.
સોશિયલ મીડિયા પર આ વીડિયોને 1.2 કરોડથી વધુ લોકોએ જોયો છે અને લોકો આ ટેક્નોલોજીના વખાણ કરી રહ્યા છે. એક યુઝર્સનું કહેવું છે કે, આના દ્વારા ભારે વાહનો સાથે અથડામણ અને જીવના જોખમને ટાળી શકાય છે. તેમનું કહેવું છે કે, દરેક દેશમાં તેનો અમલ થવો જોઈએ. ઘણા લોકોએ ઈમરજન્સીની સ્થિતિને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે.
તાજેતરમાં જ ભારતમાં બસ અને ટ્રક દ્વારા થતા અકસ્માતોને લઈને સરકારે કડક પગલાં લીધા છે. નવી જોગવાઈ અનુસાર, જો કોઈ ટ્રક ડ્રાઈવર અકસ્માત સ્થળેથી ભાગી જાય છે અથવા અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં નિષ્ફળ જાય છે, તો તેને 7 લાખ રૂપિયાનો દંડ અને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. અગાઉ ઇન્ડિયન પીનલ કોડ (IPC)માં તેને 2 વર્ષની જેલની સજા હતી.