1. Home
  2. ગુજરાતી
  3. આરોગ્ય માટે અઢળક ગુણકારી ગણાતા લીંબુના રસને લાંબા સમય સુધી સાચવવાની રીત
આરોગ્ય માટે અઢળક ગુણકારી ગણાતા લીંબુના રસને લાંબા સમય સુધી સાચવવાની રીત

આરોગ્ય માટે અઢળક ગુણકારી ગણાતા લીંબુના રસને લાંબા સમય સુધી સાચવવાની રીત

0
Social Share
  • લીંબુનુ સેવન કરવાથી અનેક ફાયદા
  • લીંંબુનો રસ સ્ટોર કરવાની રીત

સામાન્ય રીતે લીંબુ આપણે નાની નાની બીમારીમાં ઉપયોગમાં લેતા હોઈએ છે, જ્યારે પણ શરીરમાં પ્રવાહીની વધારે જરૂર પડે ત્યારે લોકોનું મનપસંદ પીણું લીંબુ શરબત છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે જે શરીરના સ્વસ્થ અને તાજગીભર્યું બનાવી રાખવામાં મદદ કરે છે.સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું શરીર માટે ઘણું ફઆયદા કારક હોય , પાચન માટે પણ લીબું ઘનું મહત્વ ધરાવે છે.

લીબુંની સિઝન ઓફ હોય ત્યારે કઈ રીતે લીબું સરળતાથી મેળવી શકાય તે માટેની પ્રી પ્લાનિગં જાણો

  • જ્યારે પણ લીંબુની સિઝન શરુ હોય ત્યારે અથવા તો જ્યારે લીંબુ માર્કેટમાં સસ્તા મળતા હોય ત્યારે લીંબુનો રસ નીકાળી લેવો,
  • હવે આ લીબુંનો રસ એક ગરણી વડે ગાળી લો.
  • ફ્રીજરમાં બરફ જમાવવાની ટ્રેમાં આ લીંબુના રસને જમાવી લો, આ રીતે જેટલી પણ જરુર હોય તેટલા પ્રમાણમાં લીંબુનો રસ  બધી ટ્રેમાં જમાવી લો.
  • હવે જ્યારે પણ તમને લીંબુના રસની જરુર પડે ત્યારે આ બરફની ટ્રેમાંથી એક ક્યૂબ કાઢીને તેનો ઉપયોગ કરો.
  • આ રીતે લીંબુનો રસ કાઢીને ચમે 6 મહિના સુધી પણ સાચવી શકો છો.
  • આ લીંબુના રસની ક્યૂબ મો પર મસાજ કરવાથી ચહેરો ખીલી ઉઠે છે.
  • ત્રણ ગ્લાસ પાણીમાં 1 ક્યૂબ અને સ્વાદ પ્રમાણે ખાંડ નાખીને તેનું લીંબુ શરબત પણ બનાવી શકાય છે.
  • રોજ સવારે લીંબુનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે.
  • દરરોજ લીંબુ પાણીના સેવાનથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે.
  • જ્યારે લીંબુના રસ મો પર લગાવવાથી વધતી ઊંમરની કરચલીઓને પણ ઘટાડી શકાય છે.
  • લીબુંનો રસ પાચન માટે મજબુત પીણું છેૉ

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code