
અમેરિકામાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે એક સપ્તાહ સુધી ઉજવણી કરાશે, મોટા પાયે ઉજવણીનું આયોજન
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ જન્મસ્થળ પર બનેલા ભવ્ય મંદિરમાં 22 જાન્યુઆરી એ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ સાત સમુદ્ર પાર અમેરિકાના મંદિરોમાં પણ મનાવામાં આવશે. અહીં એક અઠવાડિયા સુધી તહેવારની ઉજવણી કરવા માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. હિન્દુ મંદિર ઈમ્પાઉઅર્મન્ટ કાઉન્સિલ (HMEC) તેજલ શાહે વાતચીતમાં કહ્યું કે આ અમારું સૌભાગ્ય અને આશીર્વાદ છે કે અમે આ ઘટનાના ભાગ છીએ. અમારા સપનાનું મંદિર વર્ષોની રાહ જોયા બાદ અને ઘણા સંઘર્ષ બાદ આકાલ લઈ રહ્યું છે.
શાહએ રામ મંદિરના ઉદ્ઘાટન પર કહ્યું કે, અમેરિકા અને કેનેડામાં બધા ભાવુક છે. બધાના મનમાં શ્રદ્ધાનો ભાવ છે. તેઓ ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા છે. હિન્દુ મંદિર ઈમ્પાઉઅર્મન્ટ કાઉન્સિલ (HMEC) અમેરિકામાં 1100 હિન્દુ મંદિરોની સર્વોચ્ચ સંસ્થા છે. તેમણે કહ્યું કે, ઉત્તર અમેરિકાના નાના-મોટા મંદિરોમાં અઠવાડિયા સુધી ચાલનારા આ ઉત્સવ 15 જાન્યુઆરીએ શરૂ થશે. તેમજ અયોધ્યાથી રામ મંદિર ઉદ્ધાટનના સિધુ પ્રસારણ સાથે સંપન્ન થશે. અયોધ્યામાં રામ જન્મસ્થળ પર બનેલા ભવ્ય મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે.
HMECની અધ્યક્ષ તેજલ શાહે કહ્યું કે, અત્યાર સુધીના જે પ્રતિસાદ મળ્યા છે. એનાથી આશા રાખી શકાય છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કરોડો લોકો રાહ જોઈ રહ્યાં છે.