
હરિયાણામાં કાલથી એક સપ્તાહનું પૂર્ણ લોકડાઉન : કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ
- કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ
- હરિયાણામાં આવતીકાલથી લોકડાઉન
- ગૃહમંત્રી અનિલ વિજે કરી જાહેરાત
હરિયાણા :ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ફાટી નીકળ્યો છે.દરરોજ કોરોના સંક્રમણના કેસો અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.ત્યારે અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યું અને લોકડાઉન લગાવવામાં આવ્યું છે.એવામાં સમાચાર સામે આવી રહ્યા છે કે, હવે હરિયાણામાં આવતીકાલ સોમવારથી એક અઠવાડિયાનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
ગૃહમંત્રી અનિલ વિજે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, “3 મે આવતીકાલ સોમવારથી 7 દિવસ માટે આખા હરિયાણામાં પૂર્ણ લોક ડાઉન જાહેર”
હરિયાણામાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 13,588 નવા કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 501,566 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 125 લોકોનાં મોત થયાં. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,341 પર પહોંચી ગયો છે. અને 8509 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 394,709 દર્દીઓ સાજા થયા છે. તો, 102,516 સક્રિય કેસ છે.