 
                                    પાલનપુરના ગોળા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું મોત
પાલનપુરઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. પુર ઝડપે દોડતા વાહનો ઓવરટેક સમયે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતો સર્જાતા હોય છે. પાલનપુર નજીક ગોળ ગામ પાસે પૂરફાટ ઝડપે આવતી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર મહિવાનું મોત નિપજ્યું હતું,
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, પાલનપુર નજીક ગોળા ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા કારના આગળના ભગના કુર્ચેકુર્ચા ઉડી ગયા હતા. બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાદ એક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે પાલનપુરના ગોળા ગામ પાસે એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે આજુબાજુના લોકો ઘટના સ્થળ પર દોડી પહોંચ્યા હતા અને પોલીસ ને જાણ કરી હતી. પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પહોંચી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે પણ પાલનપુર આબુ હાઇવે ઉપર ઈકબાલગઢ નજીક આગળ જઈ રહેલા ટ્રેલરે અચાનક બ્રેક મારતા પાછળથી ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળના ટ્રક ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

