Site icon Revoi.in

પાટણમાં રાણીની વાવમાં શુક્રવારે સૂર્યના કિરણોના અદભુત દૃશ્ય જોવા મળશે

Social Share

ગાંધીનગરઃ પાટણની વિશ્વ વિહાર રાણીની વાવમાં આવતીકાલે એક અદભુત દૃશ્ય જોવા મળશે. 21 માર્ચે બપોરે 12:39 કલાકે સૂર્યના કિરણો સીધા શેષશાયી વિષ્ણુની મૂર્તિ પર પડતા જોવા મળશે. આ ઘટના ‘વસંત સંપ્રાત’ તરીકે ઓળખાય છે, જે દિવસથી સૂર્ય ઉત્તર તરફ ખસતા જાય છે, અને આ કારણે ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી થતી જાય છે.

રાણીની વાવનું નિર્માણ ઈ.સ. 1063માં સોલંકી વંશના રાજા ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ પોતાના પતિની યાદમાં કરાવ્યું હતું. અહીંના રેતીયા પથ્થર પર કંડારેલી તક્ષણકલા અદ્ભુત છે. વાવમાં વિષ્ણુના તમામ અવતારોની મૂર્તિઓ સ્થાપિત છે, અને કૂવામાં શેષશાયી વિષ્ણુની મૂર્તિ એવી રીતે સ્થપાવેલી છે કે 21 માર્ચ અને 21 સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો 300 સ્તંભોના વચ્ચેમાંથી પસાર થઈને સીધા મૂર્તિ પર પડે છે.આ માનવસર્જિત ગણિતીય રચના અને ખગોળીય ઘટના એક અનોખું મેલ છે.