અમદાવાદઃ શ્રી અખિલ ગુજરાત દરજી સમાજ ચેરિટી ટ્રસ્ટ દ્વારા તા. 1લી ફેબ્રુઆરી 2026ના રોજ 36માં યુવક-યુવતિ પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં દાસ્તાન ફાર્મ નજીક રાસબેરી ફાર્મ ખાતે યુવક-યુવતિ પરિચય મેળો યોજાશે. એટલું જ નહીં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમુહલગ્ન સમારોહમાં 12 યુગલ લગ્નગ્રંથીથી જોડાશે.
શ્રી અખિલ ગુજરાત દરજી સમાજ દ્વારા યુવક-યુવતી પરિચય મેળાનું કરાયું આયોજન

