
આજે વાઘબારસ – જાણો આજના દિવસનું મહત્વ અને આજે શું કરવામાં આવે છે
દિવાળીના પર્વ નો આરંભ થઈ ચૂક્યો છે આજે વાગ બરસનો પર્વ છે દિવાળીના આ પર્વમાં વાઘ બારસને ખાસ દિવાળી પર્વનો પહેલો દિવસ માનવામાં આવે છે. વાઘ બારસના દિવસને ગૌવત્સ દ્વાદશી અથવા વસુ બારસ પણ કહેવાય છે. આ દિવસે શ્રી કૃષ્ણની સાથે સાથે ઈશ્વરનું સ્વરૂપ મનાતી વસુ એટલે ગાય માતાની પૂજાનું પણ મહત્વ રહેલું છે.
આજના દિવસે ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. વાઘ બારસથી ઉંબરાના પૂજનની શરૂઆત થાય છે.
વાઘ બારસને વસુ બારસ, વાક બારસ, પોડા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાક બારસના પર્વમાં સરસ્વતી માતાની આરાધના અને ગાયનું પૂજન કરવાનો મહિમા છે. એવી લોકવાયકા છે કે ગૌમાતા આસો વદ બારસના જ ક્ષીર સાગરમાંથી પ્રગટ થયા હતા. એક માન્યતા એવી પણ છે કે કે વાઘ નામના દૈત્યને મારવામાં આવ્યો હોવાથી આ દિવસની ઉજવણી વાઘ બારસ તરીકે કરવામાં આવે છે.