Site icon Revoi.in

આપ’ના નેતા રાજુ કરપડા અને પ્રવિણ રામની ધરપકડ કરી બોટાદ પોલીસને સોંપાયા

Social Share

અમદાવાદઃ  બોટાદ નજીક આવેલા હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે બોટાદ પોલીસે ખેડૂતોને ભડકાવવાનો કેસ નોંધ્યા હતો. પોલીસના અત્યાચારના વિરોધમાં રાજુ કરપડા અને પ્રવિણ રામ અમદાવાદમાં આપના કાર્યાલય પર આમરણ ઉપવાસ પર બેસવાના હતા. ત્યારે જ અમદાવાદ પોલીસે બન્ને નેતાની ધરપકડ કરીને બોટાદ પોલીસને સોંપવામાં આવ્યા છે.

બોટાદ નજીક આવેલા હડદડ ગામે ખેડૂતોની સભાનું આયોજન કરાયુ હતું. બોટાદ માર્કેટ યાર્ડમાં કડદાપ્રથા બંધ કરવા આપના નેતાઓએ ખેડૂતોને હાકલ કરી હતી. ખેડૂતોની સભામાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ટોળાંએ પોલીસ વાન પણ ઊંધી વાળીને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે ગામમાં ખેડૂતોનાં ઘરમાં ઘૂસીને તોડફોડ કરી ખોટી રીતે અટકાયત કરી હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો હતો, જેથી ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે અને કડદાપ્રથા બંધ કરવાની માગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ અમદાવાદમાં આમરણ ઉપવાસ પર બેસવાના હતા. અમદાવાદના કાર્યાલય પર કરપડા, પ્રવીણ રામ સહિતના નેતાઓ ઉપવાસ પર બેસવા પહોંચે એ પહેલાં વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એ બાદ જેવા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામની પહોંચ્યાં ત્યાં જ બંને નેતાની ધરપકડ કરવામાં આવી હતી.અને બોટાદ પોલીસને બન્ને નેતાને સોંપવામાં આવ્યા હતા.

રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કર્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપીય કડદા પાર્ટી APMCમાં લૂંટ મચાવી રહી છે અને કોઇપણ ભાજપના નેતા ખેડૂતોનું સંભાળવા પણ તૈયાર નથી. ભાજપના નેતાએ કડદાપ્રથા બંધ કરવાના બદલે ખેડૂતોને કચડી નાખવાનું નક્કી કર્યું હતું. એ બાદ પોલીસે તમામ કામ બંધ કરી આમ આદમી પાર્ટી અને ખેડૂતોને નેતા પાછળ લગાવી દીધી હતી.