હવે આરોગ્ય સેતુ એપ પર મળશે Co-WIN વેક્સીનની માહિતી
- આરોગ્ય સેતુ એપ પર મળશે Co-WIN વેક્સીનની માહિતી
- આરોગ્ય સેતુ એપએ ટવિટર પર ટવિટ કરી આપી માહિતી
- યુઝર્સ સરળતાથી વેક્સીનેશનનું સર્ટીફીકેટ કરી શકશે ડાઉનલોડ
ભારતની કોવિડ -19 ટ્રેસિંગ એપ આરોગ્ય સેતુને Co-WIN પોર્ટલ સાથે એકીકૃત કરવામાં આવી છે. જેથી યુઝર્સ સરળતાથી તેમના વેક્સીનેશનનું સર્ટીફીકેટ ડાઉનલોડ કરી શકે. રિયલ-ટાઇમ બેસિસ પર વેક્સીનેશનને ટ્રેક કરવા માટે કેન્દ્ર સરકારે કોવિડ વેકસીન ઇન્ટેલિજન્સ નેટવર્ક અથવા કો-વિન એપ વિકસિત કરી છે.
આરોગ્ય સેતુ એપે ટવિટર પર એક ટવિટ કરીને માહિતી આપી હતી કે, જો તમને કોવિડ -19 વેક્સીનેશન સંબંધિત કોઈ માહિતી જોઈતી હોય, તો Co-WIN ડિટેલ્સ હાલમાં આરોગ્ય સેતુ એપ પર લાઇવ છે. જો તમને કોવિડ -19 નો એક ડોઝ લાગી ચુક્યો છે, તો પછી તમે અહીં જઇ શકો છો અને વેક્સીનેશનની માહિતી, Co-WIN ડેશબોર્ડ જોઈ શકો છો,અને વેક્સીનેશનનું સર્ટીફીકેટ ડાઉનલોડ કરી શકો છો.
આખા દેશમાં આ 23 મો દિવસ છે, જ્યારે લોકોને કોવિડ -19 ની સતત વેક્સીન આપવામાં આવી રહી છે. લિસ્ટમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારો રવિવારે 58 લાખનો આંકડો પાર કરી ગયા છે.એવામાં,ભારત અમેરિકા અને યુકે બાદ દુનિયાનો ત્રીજો દેશ બની ચુક્યો છે, જેને સૌથી વધુ ડોઝ અત્યાર સુધીમાં લઇ લીધા છે.
Co-WIN એટલે શું?
Co-WIN એ ભારતના નાગરિકો માટે એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં તેઓ પોતાને રજીસ્ટર કરી વેક્સીનેશન સ્લોટ બુક કરાવી શકે છે. Co-WIN પોર્ટલને આરોગ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપીના સમર્થનથી શરૂ કરવામાં આવી છે. એપમાં કુલ 5 મોડેલો છે.
એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે ?
- પ્રથમ તમારે વેક્સીન માટે રજીસ્ટર કરાવવી પડશે. તમે મોબાઇલ નંબર અથવા આધાર નંબરથી આ કરી શકો છો.
- આ પછી તમને વેક્સીન મળશે. આ માટે વેક્સીનની તારીખ અને સ્થળ અગાઉથી આપવામાં આવશે.
- પછી તમને સર્ટીફીકેટ આપવામાં આવશે. દરેક વેક્સીનેશન પછી તમને સર્ટીફીકેટ આપવામાં આવશે.
–દેવાંશી