1. Home
  2. ગુજરાતી
  3. અંતરિક્ષમાં જોવા મળી એબેલ જેલીફિશ, હવે વૈજ્ઞાનિકો પણ છે મૂંઝવણમાં
અંતરિક્ષમાં જોવા મળી એબેલ જેલીફિશ, હવે વૈજ્ઞાનિકો પણ છે મૂંઝવણમાં

અંતરિક્ષમાં જોવા મળી એબેલ જેલીફિશ, હવે વૈજ્ઞાનિકો પણ છે મૂંઝવણમાં

0
Social Share
  • એબેલ જેલીફિશ-2877 પૃથ્વીથી 30 કરોડ પ્રકાશવર્ષ દૂર
  • બ્રહ્માંડમાં વિસ્ફોટને પગલે જેલીફિશનો ઉદ્ભવ થયો હોવાનું અનુમાન
  • આ આકૃતિ એના આકારને જેલીફિશમાંથી બદલવાની કરી રહી છે કોશિશ

બ્રહ્માંડ વિશે અત્યાર સુધી વૈજ્ઞાનિકો દ્વારા અનેક પ્રકારની શોધખોળ કરવામાં આવી છે, કેટલીક એવી પણ શોધ કરવામાં આવી છે જેને લોકો દ્વારા માનવી પણ અશક્ય છે. અત્યારે પણ એવી જ એક બ્રહ્માંડની ઘટના સામે આવી છે જેને જોઈને હવે વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં આવી ગયા છે.

પૃથ્વીથી લગભગ 30 કરોડ પ્રકાશવર્ષ દૂર – શોધખોળ દરમિયાન એક જેલીફિશ મળી આવી છે. આ જેલીફિશ એટલે કે જેમાં હજારો આકાશગંગાઓ, ગરમ ગેસયુક્ત સમુદ્રો, ડાર્ક મેટરનાં અદૃશ્ય, દ્વીપ અને અતંરિક્ષમાં ચમકતા જેલીફિશ આકારના સમૂહો જોવા મળે છે.

આ જેલીફિશનું નામ એબેલ-2877 છે જે અંતરિક્ષના દક્ષિણ ભાગમાં તારાઓના સમૂહોની વચ્ચે આવેલી છે અને તેને નરી આંખે અને ટેલિસ્કોપથી પણ જોઈ શકાતી નથી. આને જોવા માટે રેડિયો ટેલિસ્કોપની જરૂર પડે છે. ઘોસ્ટ રેડિયો જેલીફિશ એબેલ 2877ની પહોળાઈ 10 લાખ પ્રકાશવર્ષ છે.

આ બાબતે ઓસ્ટ્રેલિયાના પર્થમાં આવેલી ઈન્ટરનેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોનૉમી રિસર્ચના વૈજ્ઞાનિક ટૉરેન્સ હૉડસને કહ્યું હતું કે આ રેડિયો જેલીફિશના નામે ઘણાબધા વર્લ્ડ રેકોર્ડ્સ પણ છે, જેમ કે આ જેલીફિશને રેડિયો ફ્રિક્વન્સી પર જોતાં એકદમ ચમકદાર દેખાય છે, પરંતુ જેમ-જેમ તેની ફ્રિક્વન્સીને 200 મેગાહર્ટ્સ સુધી લઈ જવાય છે તેમ એ ગાયબ થઈ જાય છે. અંતરિક્ષમાં અત્યારસુધી આવી કોઈપણ વસ્તુ નથી, જે માત્ર ફ્રિક્વન્સીમાં બદલાવ કરવાની સાથે ગાયબ થઈ જાય છે.

એટલે જ વૈજ્ઞાનિકોએ રેડિયો જેલીફિશને એબેલ 2877 નામ આપ્યું હતું, જેને તેઓ રેડિયો ફિનિક્સ પણ કહે છે. ફિનિક્સ એક એવું પક્ષી છે, જેના વિશે કહેવાય છે કે આગની જ્વાળાઓમાં એ આખા શરીરને રાખ કરી દે છે અને ત્યાર પછી ફરીથી તે રાખમાંથી જીવિત થઈ જાય છે. અંતરિક્ષમાં હયાત એબેલ 2877 પણ આવું જ કંઈક નજરે પડી રહ્યું છે.

દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code