1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં યુનિ કેમ્પસમાં ગરબાને મુદ્દે ABVP અને પોલીસ વચ્ચે રકઝક, આખરે પીઆઈએ માફી માગી
સુરતમાં યુનિ કેમ્પસમાં ગરબાને મુદ્દે ABVP અને પોલીસ વચ્ચે રકઝક, આખરે પીઆઈએ માફી માગી

સુરતમાં યુનિ કેમ્પસમાં ગરબાને મુદ્દે ABVP અને પોલીસ વચ્ચે રકઝક, આખરે પીઆઈએ માફી માગી

0
Social Share

સુરત: નવરાત્રીમાં સરકાર દ્વારા માત્ર શેરી ગરબા અને સોસાયટીના ગરબાને મંજુરી આપવામાં આવી છે પણ પાર્ટી પ્લોટ્સ કે કલબોમાં તેમજ જાહેર સ્થળોએ ગરબાને મંજુરી આપવામાં આવી નથી. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેંશન હોલ સામે સાંજે 7 વાગે ગરબા ચાલી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ઉમરા પોલીસ પહોંચી હતી. પોલીસે ગરબા બંધ કરવાનું કહેતા  પોલીસ અને  વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.. વિદ્યાર્થીઓએ વિરોધ કરતા  પોલીસ મારઝૂડ પર ઉતરી આવી હતી.અને એબીવીપીના પ્રદેશ મંત્રી હિમાલય સિંહ ઝાલા અને યૂનિવર્સિટી ના કેમ્પસ મંત્રી ઇશાન મટ્ટૂ સહિત પાંચ વિદ્યાર્થીઓને અટક કરીને લોકઅપમાં નાખી દીધા. તેને લઇને જોરદાર હંગામો થયો. એબીવીપી એ આરોપ લગાવ્યો કે યૂનિવર્સિટી કેમ્પસ પોલીસે યૂનિવર્સિટી કેમ્પસ પોલીસ સ્ટેશન માં પણ વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરી હતી. દરમિયાન આ મામલો ગાંધીનગર સુધા પહોંચ્યો હતો. આખરે પીઆઈને માફી માગવાની ફરજ પડી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેંશન હોલ સામે સાંજે 7 વાગે ગરબા ચાલી રહ્યા હતા. ત્યારે પોલીસે દોડી આવીને ગરબા બંધ કરવાનું કહેતા જ વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો હતો. અને પોલીસે વિદ્યાર્થીઓને મારઝૂડ કરતા મામલો વધુ ગરમ બન્યો હતો. આ મામલો પ્રદેશના ઘણા મંત્રીઓ સુધી પહોંચ્યો. સાંજે 7 વાગ્યાથી માંડીને રાત્રે 10 વાગ્યા સુધી સતત હોબાળો થયો હતો. એબીવીપીના વિદ્યાર્થીઓએ જોરદાર તાંડવ મચાવ્યું હતું. ઉમરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પાસે હાથ જોડીને માફી મંગાવી અને ફરીથી આમ ન કરવાની ચેતાવણી પણ આપી હતી.. વિદ્યાર્થી સંગઠને સમગ્ર વિસ્તારના વિદ્યાર્થીઓને એકસાથે આવવા માટે આહવાન કર્યું છે. પોલીસનું કહેવું છે કે યૂનિવર્સિટી માં 500થી વધુ વિદ્યાર્થીઓ ગરબા રમી રહ્યા હતા. જોકે કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન છે. કુલપતિએને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ઉપાડ્યો ન હતો તેથી પોલીસે કેમ્પસમાં પ્રવેશ કર્યો હતો.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, યૂનિવર્સિટીના કોન્વેશન હોલની સામે એબીવીપી એ ગરબાનું આયોજન કર્યું હતું. તેના માટે યૂનિવર્સિટીમાંથી પરવાનગી લેવામાં આવી હતી. સોમવારે સાંજે 7 વાગે ગરબામાં નિયમથી વધુ વિદ્યાર્થીઓ હોવાની શંકાના આધારે ઉમરા પોલીસ પહોંચી હતી. પોલીસે વિદ્યાર્થીને અટકાવ્યા તો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો તો પીસીઆર વાન પરત ફરી હતી. ત્યારબાદ ફરીપીસીઆર વાનમાં ઘણા પોલીસકર્મીઓ આવ્યા હતા. અને એબીવીપી ના પ્રદેશ મંત્રી હિમાલય સિંહ ઝાલાની સાથે ખેંચતાણના કરી તો મામલો ઉગ્ર બની ગયો. પોલીસ હિમાલય સિંહ અને કેમ્પસ મંત્રી ઇશાન મટ્ટુ સહિત પાંચ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.  વિદ્યાર્થીઓ લોકઅપની બહાર આવતાં જ જોરદાર હંગામો શરૂ થઇ ગયો. વિદ્યાર્થીઓ ત્રણ કલાક સુધી ધરણા પ્રદર્શન કરતા રહ્યા હતા. અને પોલીસ ઇંસ્પેક્ટર આવીને માફી નહી માંગે ત્યાં સુધી વિદ્યાર્થીઓ પરત જશે નહી. તેવી જાહેરાત  કરીને એબીવીપી ધરણા શરૂ કર્યા હતા. આખરે  વિદ્યાર્થીઓને મનાવવા માટે ઉમરા પોલીસ મથકના ઇન્સપેક્ટરને બહાર આવવું પડ્યું. તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ હાથ જોડીને માફી માંગી અને કહ્યું કે ફરીથી આવી ભૂલ નહી કરે. ત્યારબાદ પણ વિદ્યાર્થીઓએ હોબાળો ચાલુ રાખ્યો અને પોલીસ સ્ટેશન બહાર રોડને જામ કરી દીધો હતો. 3 કલાક સુધી વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન અને નારેબાજી ચાલી હતી.પરંતુ પોલીસના કોઇ મોટા અધિકારી ન આવ્યા, જ્યારે પોલીસ કમિશ્નર ઓફિસ નજીકમાં જ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code