Site icon Revoi.in

મનાલીમાં ઝિપલાઈનિંગ દરમિયાન અકસ્માત સર્જાયો,30 ફૂટની ઊંચાઈ પરથી છોકરી પટકાઈ

Social Share

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના મનાલીનો એક વીડિયો વાયરલ થયો છે. આમાં ઝિપલાઈનિંગ કરતી 10 વર્ષની છોકરી 30 ફૂટની ઊંચાઈ પરથી જમીન પર પડી ગઈ. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી છોકરીનું નામ ત્રિશા છે. પહેલા ત્રિશાને મનાલીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી તેને ચંદીગઢ રિફર કરવામાં આવી હતી, હવે તેની સારવાર નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.

ત્રિશાનો પરિવાર મહારાષ્ટ્રના નાગપુરનો છે. ત્રિશા તેના પિતા પ્રફુલ બિજવે અને માતા સાથે રજાઓ ઉજવવા માટે મનાલી આવી હતી. 8 જૂનના રોજ જ્યારે તે ઝિપલાઈનિંગ કરી રહી હતી, ત્યારે અકસ્માત થયો. આ વીડિયો સામેની ટેકરી પર હાજર એક વ્યક્તિએ રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં, ત્રિશા વાયર પર લટકતી દેખાય છે, જ્યારે તે 30 ફૂટની ઊંચાઈ પર હોય છે, ત્યારે તેનો હૂક, જેની મદદથી તે લટકતી હતી, તૂટી જાય છે. ત્રિશા ચીસો પાડવાની સાથે  જમીન પર પડી. 

Exit mobile version