
લીંબડી શિયાણી રોડ પર બાઈક અને બસ વચ્ચે અકસ્માત, બે યુવક થયા ઈજાગ્રસ્ત
- બાઈક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચી
- ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
લીંબડી શિયાણી રોડ પર બાઈક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો. બાઈક સવાર લીંબડી તરફ આવી રહ્યા હતાં તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. નદીના પુલ ઉપર સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચી હતી. જેથી, બને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આમ, લીંબડી ધીરે ધીરે અકસ્માતનું હબ બનીરહ્યું હતું તેમ લાગી રહ્યું છે.
જો કે લોકો છેલ્લા કેટલાક સમયમાં તે હાઈવે પર લોકોની અવરજવર વધી છે અને સાથે મોટી ગાડીઓ તથા ટ્રકની પણ અવર જવર વધી છે. હાઈવે પર આ પ્રકારની અવર જવર રહેતા તમામ લોકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને કોઈ દૂર્ઘટના ન સર્જાય. ઉલ્લેખનીય છે કે કેટલીક વાર એવા રસ્તા અને ગામડા પણ હોય છે કે જેના વિશે હાઈવે પરથી પસાર થનારને જાણ હોતી નથી અને અચાનક કોઈ વચ્ચે આવી જતા ગંભીર અકસ્માત સર્જાતા હોય છે.