1. Home
  2. ગુજરાતી
  3. મળો મહેન્દ્ર સિંહ ઘોનીના આ ખાસ ફેનને, જે ઘોનીને મળવા માટે 1,439 કિ.મી ચાલીને રાંચી આવી પહોંચ્યો
મળો મહેન્દ્ર સિંહ ઘોનીના આ ખાસ ફેનને, જે ઘોનીને મળવા માટે 1,439 કિ.મી ચાલીને રાંચી આવી પહોંચ્યો

મળો મહેન્દ્ર સિંહ ઘોનીના આ ખાસ ફેનને, જે ઘોનીને મળવા માટે 1,439 કિ.મી ચાલીને રાંચી આવી પહોંચ્યો

0
Social Share
  • ઘોનીના ફેન એ ઘોનીને મળવા હજાર કિમીની પદયાત્રા કરી
  • માહિએ પણ ફેનનું જીતી લીધુ દિલ

રાંચીઃ- આપણે ઘણી વખત સાંભ્યું છે કે સેલિબ્રીટીઓના ફેન તેમના માટે કેઝ્રી હોય છે, ત્યારે મશહૂર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ઘોનીનો એક ક્રેઝિ ફેન 1 હજાર 436 કિલો મિટર ચાલીને ઘોનીને મળવા માટે રાંચી શરહે પહોચ્યો હતો, આ વાતે માહિનું દિલ જીતી લીઘુ હતું.તાજેતરમાં સોશિયલ મીડિયા અને સમાચારોમાં આ સમાચાર વાયુવેગ પ્રસરી રહ્યા છે.ઘોનીના એ ફેનની ચારે તરફ તારીફ થી રહી છે.

ઘોનીની ફેન ફોલોઈંગ ખૂબ મોટી જોવા મળે છે.ભલે તેઓ એ ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતને અલવિદા કહી દીઘૂ હોય પરંતુ આજે પણ તેમના ચાહકો તેમના એટલાજ જોવા મળે છે.ઘોનીનો આ અજય ગિલ નામનો 18 વર્ષિય ફેન હજારો કીમીની પગપાળા યાત્રા કરીને તેને મળવા પહોંચતા સમાચારોમાં છવાયો છે.

અજય ગિલ નામના આ વ્યક્તિએ ધોની માટે ક્રેઝની તમામ હદો પાર કરીને ત્રણ મહિનામાં બીજી વખત આવું કામ કર્યું કર્યું. છેલ્લી વાર અજય ગિલ રાંચી પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021માં ભાગ લેવા માટે સંયુક્ત આરબ અમીરાતમાં છે. ગત વખતે 16 દિવસમાં આ અંતર કાપનાર અજયે આ વખતે 18 દિવસમાં આ અંતર કાપ્યું હતું જો કે આ વખતે તેની મહેનત રંગ લાવી છે. અને તે ઘોનીને મળવામાં સફળ થયો છે.

આ યુવકે કહ્યું કે મેં શપથ લીધા છે કે જ્યાં સુધી ધોની આશીર્વાદ નહીં આપે ત્યાં સુધી તે ક્રિકેટ નહીં રમે. અજયે જણાવ્યું કે 15 ઓગસ્ટ 2020ના રોજ જ્યારે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે તેણે ક્રિકેટ રમવાનું પણ બંધ કરી દીધું હતું. અજયે કહ્યું કે હવે તેનું સપનું ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાનું છે.

માહિએ પોતાના આ ખાસ ફેન સાથે મુલાકાત કરીને ઓટોગ્રોફ તો આપ્યો જ હતો પરંતુ તેને તેના વતન પરત મોકલવા માટે એરલાઈન્સની ટિકિટ પણ ભેંટ તરીકે કરાવી આપી છે.આ સાથે તેના સાથે માહીએ સેલ્ફી પણ લીઘી છે.જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થી રહી છે.અને તેને રોકાવા માટે પોતાના ફાર્મ હાઉસમાં ખાસ વ્યવસ્થા પણ માહીએ કરી આપી છે.અજયે આ બાબતે ઘોનીનો આભાર માન્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code