1. Home
  2. ગુજરાતી
  3. એક્શન હિરો અક્ષય કુમારે OMG-2 માટે ખૂબ જ ઓછી ફી વસુલી – માત્ર આટલા રુપિયા લીધા, જાણો શું છે કારણ
એક્શન હિરો અક્ષય કુમારે OMG-2 માટે ખૂબ જ ઓછી ફી વસુલી – માત્ર આટલા રુપિયા લીધા, જાણો શું છે કારણ

એક્શન હિરો અક્ષય કુમારે OMG-2 માટે ખૂબ જ ઓછી ફી વસુલી – માત્ર આટલા રુપિયા લીધા, જાણો શું છે કારણ

0
Social Share
મુંબઈઃ- તાજેતરના  અક્ષય કુમારની છેલ્લી કેટલીક ફિલ્મો નીષ્ફળ રહી હતી ત્યાર બાદ હવે ઓએમજી 2 ને લઈને અભિનેતા ચર્ચામાં આવ્યા છે.  એક્શન હિરોની ફિલ્મ સેલ્ફી, રામ સેતુ, રક્ષાબંધન અને સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ એવા કેટલાક નામ છે જેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તે બધા બોક્સ ઓફિસ પર કોઈ કમાલ બતાવી શક્યા નથી.
જો કે હવે આ બધી ફિલ્મો નીષ્ફળ જતા અક્ષય કુમારની ફઇ પર તેની અસર પડી હોય તેવું જાણવા મળી રહ્યું છે. અક્ષય કુમારે તેની ફીમાં ઘટાડો કર્યો છે અને તેની આગામી ફિલ્મ OMG-2 માટે અક્ષયે માત્ર 35 કરોડ રૂપિયા લીધા હોવાના એહવાલ સામે આવ્યા  છે. જ્યારે તે પહેલા 50 થી 100 કરોડ રૂપિયા ફઇલ્મની ફી વસુલતો હતો હવે અભિનેતાની નુષ્ફળતાના કારણે તેમણે ફી ઘટાડી હોવાનું કહેવાઈ રહ્યું છે.
જો કે  ફિ ઘટાવાના આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ અક્ષયે તેની ફીમાં ઘટાડો કર્યો હોવાની ચર્ચા દરેક જગ્યાએ છવાયેલી જોવા મળી રહી  છે. અમિત રાય દ્વારા નિર્દેશિત OMG-2 અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મની સિક્વલ છે.
ઉલ્લેખનીય છે કે ઓએમજી 2 માં આ વખતે પરેશ રાવલ આ ફિલ્મનો ભાગ નથી. તેમની જગ્યાએ પંકજ ત્રિપાઠી  જોવા મળે છે અને એક અભિનેત્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું નામ યામી ગૌતમ છે.હવે દર્શકો આ ફિલ્મ પાસેથી ઘણી આશાઓ રાખઈ રહ્યા છએ ત્યારે હવે જોવું રહ્યું કે અક્ષય કુમાર દર્શકોની આશા પર ખરો ઉતરે છે કે કેમ, કે પછી અગાઉની જેમ તેની આ ફિલ્મ નિષ્ફળ સાબિત થશે તે તો હવે ફિલ્મ રિલીઝ થયા પછી જ કહી શકાય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code