1. Home
  2. ગુજરાતી
  3. એક્શન હીરો અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ દિવાળીના દિવસોમાં થશે રિલીઝ – ડેટ થઈ જાહેર
એક્શન હીરો અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ દિવાળીના દિવસોમાં થશે રિલીઝ – ડેટ થઈ જાહેર

એક્શન હીરો અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ દિવાળીના દિવસોમાં થશે રિલીઝ – ડેટ થઈ જાહેર

0
Social Share
  • એક્શન હીરો અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ દિવાળીમાં  થશે રિલીઝ
  • દિવાળઈના અઠવાડીમાં અટલે કે 9 નવેમ્બરના રોજ ફિલ્મ રિલીઝ થશે

 

કોરોનાના કારણે અનેક બોલિવૂડની ફિલ્મો થીયેટરોમાં રિલીઝ ન થતા ઓટીટી પ્લેટ ફઓર્મ પર રિલીઝ થઈ રહી છએ ત્ય.ારે હવે વધુ એક ફિલ્મ  દિવાળીના દિવસોમાં રિલીઝ થવા જઈ રહી છે,એક્શન હિરો અક્ષય કુમારે તેમની આવનારી નવી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ રિલીઝ કરવાની તારીખની જાહેરાત કરી છે. દિવાળીના અઠવાડિયામાં આ ફિલ્મ સોમવારના રોજ સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.જો કે આ પહેલા આ ફિલ્મ આ જ મહિનાની 9 મી તારીખે રિલીઝ થવાની હતી.

કુલ 7 જેટલી બોલિવૂડની ફિલ્મોને ઓટીટચી પ્લેટફઓર્મ પર રિલીઝ કરનારી કંપની ડિઝની ઈન્ડિયાએ આલિયાભટ્ટની ફિલ્મ સડક-2 પછી પોતાની બાકી રહેલી ત્રણ ફિલ્મો થોડા થોડા અંતરે રિલીઝ કરવાનું નક્કી કર્યું છે, ત્યાર બાદ આવનારી 9મી તારીખે એટલે કે નવેમ્બરની 9 તારીખે ફિલ્મ લક્ષ્મી બોમ્બને ડિઝની પ્લસ હોસ્ટારએ રિલીઝ કરવાનું એલાન કર્યું છે

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના નિષ્ણાંત એ ‘લક્ષ્મી બોમ્બ’ ની રીલીઝ ડેટ પાછળનું કારણ અને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સોશ્યલ મીડિયા પર ફિલ્મ સાથએ સંકળાયેલ બાબતે ચાલી રહેલા વિરોધી વાતાવરણને ગણે છે, જો કે, ડિઝની પ્લસ હોટસ્ટારના લોકો અનૌપચારિક વાતચીતમાં તેનું મુખ્ય કારણ ઈન્ડિયન પ્રીમિયર લીગ હોવાનું જણાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે આઈપીએલ મેચ બોલિવૂડની ફિલ્મો પર ભારી પડે છે અને આઈપીએલના દિવસોમાં મોટી ફિલ્મો ભાગ્યે જ થિયેટરોમાં રિલીઝ થતી જોવા મળે છે, કારણે કે આઈપીએલના કારણે ફિલ્મને ફટકો ચોક્કસ પડી શકે છે.

મળતી માહિતી પ્રામણે 19 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલ આઈપીએલના કારણે ડિઝની પ્લસ હોટસ્ટારે તેની પોતાની સહયોગી કંપની ફોક્સ સ્ટાર ઈન્ડિયાએ બનાવેલી હિન્દી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ ની રિલીઝને નવેમ્બર સુધી સ્થગિત કરી છે. આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ જવાના કારણે ફિલ્મ રિલીઝની લાઈનમાં લાગેલી અજય દેવગણની પ્રોડક્શન કંપનીની ફિલ્મ્સ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા’ અને ‘ધ બિગ બુલ’ ની રિલીઝ ડેટ પણ આગળ વધેલી જોઈ શકાશે.

સાહીન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code