1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા બોબી દેઓલે વેબ સિરીઝ આશ્રમ – 4નું ટિઝર શેર કર્યું
અભિનેતા બોબી દેઓલે વેબ સિરીઝ આશ્રમ – 4નું ટિઝર શેર કર્યું

અભિનેતા બોબી દેઓલે વેબ સિરીઝ આશ્રમ – 4નું ટિઝર શેર કર્યું

0
Social Share
  • આશ્રમ 4 નું ટિઝર રિલીઝ
  • અભિનેતા બોબી દેઓલે શેર કર્યું ટિઝર

મુંબઈઃ- બોબી દેઓલની લોકપ્રિય વેબ સિરીઝ ‘આશ્રમ’નો ત્રીજો ભાગ આજે એટલે કે 3 જૂને ઓટીટી પ્લેટફોર્મ MX Player પર રિલીઝ કરવામાં આવ્યો છે, જેની દર્શકો આતુરકતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો આજે અઁત આવ્યો છે એમ કહીએ તો ખોટૂ નથી

જો કે આજે જ બોબી દેઓલ પણ તેના ચાહકો માટે ‘આશ્રમ 4’ ની એક ઝલક દેખાડી છે. અભિનેતાએ ‘આશ્રમ’ની આગામી સિઝનનું ટીઝર રિલીઝ કર્યું છે,એટલે એ વાત ચોક્કસ  છે કે  ‘આશ્રમ 3’ પછી તેની નવી સીઝન પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ટીઝરમાં બોબી દેઓલના રૂપમાં બાબા કાશીપુરના લોકો માટે ભગવાનથી ઓછા નથી.

બોબી દેઓલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘આશ્રમ 4’નું ટીઝર શેર કર્યું છે, જેની શરૂઆત બાબા નિરાલાથી થાય છે. 1 મિનિટના આ ટીઝરમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે અને બાબા નિરાલાની ભવ્ય સ્ટાઈલ આકર્ષક જોવા મળે છે.

આ ટીઝર શેર કરવાની સાથે બોબી દેઓલે કેપ્શનમાં લખ્યું છે, ‘બાબા અંતર્યામી હૈ. તે જાણે છે કે તમારા મનમાં શું છે. તો આશ્રમ 3 ના એપિસોડ સાથે, અમે ફક્ત MX પ્લેયર પર ‘આશ્રમ 4’ ની ઝલક લાવ્યા છીએ.

https://www.instagram.com/iambobbydeol/?utm_source=ig_embed&ig_rid=26486cba-b5bf-4e26-aea5-2baa4a314fd0

 ટિઝરમાં બાબાના જયજયકાર કરી રહેલા જોવા મળે  છે. આ પછી સાંભળવા મળે છે, ‘ભગવાન અમે છીએ, મેં તમારા કાનોથી  ઉપર સ્વર્ગ બનાવ્યું છે, તમે ભગવાનને કેવી રીતે અરેસ્ટ કરી શકો છો.’ સીઝન 4 માં પમ્મી પહેલવાન પણ જોવા મળશે , પમ્મી આશ્રમ પરત ફરશે અને તે દુલ્હન અવતારમાં જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code