1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકનું નિધન,અનુપમ ખેરે ટ્વિટ કરીને આપી માહિતી
અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકનું નિધન,અનુપમ ખેરે ટ્વિટ કરીને આપી માહિતી

અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકનું નિધન,અનુપમ ખેરે ટ્વિટ કરીને આપી માહિતી

0
Social Share

મુંબઈ:બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને જાણીતા નિર્દેશક સતીશ કૌશિકનું નિધન થયું છે.તેમના નજીકના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને આ દુઃખદ સમાચારની માહિતી આપી હતી. તેણે લખ્યું કે હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ.

અનુપમ ખેરે લખ્યું કે 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. . Life will NEVER be the same without you SATISH ! ઓમ શાંતિ.

સતીશ કૌશિક બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતા.તેમનો જન્મ 13 એપ્રિલ 1965ના રોજ હરિયાણામાં થયો હતો.બોલિવૂડમાં બ્રેક મળતા પહેલા તેણે થિયેટરમાં કામ કર્યું હતું.

એક ફિલ્મ અભિનેતા તરીકે સતીશ કૌશિકને 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી ઓળખ મળી હતી.આ પછી તેણે 1997માં દિવાના મસ્તાનામાં પપ્પુ પેજરની ભૂમિકા ભજવી હતી. સતીશ કૌશિકને 1990માં રામ લખન માટે અને 1997માં સાજન ચલે સસુરાલ માટે શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code