
અભિનેતા વરુણ ઘવન બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સાથે હોલિવૂડમાં OTT ડેબ્યૂની તૈયારીમાં
- પ્રિયંકા ચોપરા સાથે વરુણ ઘવન હોલિવૂડ ઓટીટીમાં કરશે ડેબ્યૂ
- ઓટીટી હોલિવૂડની ડેબ્યની તૈયારીમાં હવે અભિનેતા વરુણ ઘવન
મુંબઈઃ- બોલિવૂડના અભિનેતા અને અભિનેત્રીઓની હોલિવૂડમાં હવે લાઈનો લાગી રહી છે, એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હોલિવૂડમાં અભિનય માટે જાણીતી છે ત્યારે હવે તેની સાથે અભિનેતા વરુણ ધવન પણ હોલિવૂડ ઓટીટી પ્લેટ ફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટર વરુણ ધવને બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. દરમિયાન, હવે વરુણ ટૂંક સમયમાં હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. એટલું જ નહીં, આ તેની હોલિવૂડની OTT ડેબ્યૂ બનશે.
આ પ્રોજેક્ટની મહત્વની વાત એ છે કે બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પણ વરુણ ધવન સાથે કાન કરતી જોવા મળી શકે છે. આ વાત છે લોકપ્રિય શો સિટાડેલની, જેમાં પ્રિયંકાએ પણ કામ કર્યું છે.ખરેખરમાં, તાજેતરની એક ઇવેન્ટ દરમિયાન, વરુણે તેના OTT ડેબ્યૂ વિશે એક સંકેત આપ્યો હતો. તેણે કહ્યું, ‘મને આ પ્લેટફોર્મ ગમે છે. હું પણ આ માટે ખૂબ જ ઉત્સાહિત છું.
જો કે આ સિવાય વરુણે વધુ માહિતી આપી નથી. પરંતુ જો આ વાત સાચી હોય તો વરુણના ચાહકો માટે આનાથી વધુ ખુશીની વાત બીજી શું હોઈ શકે,ઉલ્લેખનીય છે કકે વરુણ પાસે 2 ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે, જેમાં ભેડિયા અને જુગ-જુગ જિયોનો સમાવેશ થાય છે. ભેડિયામાં વરુણ સાથે કૃતિ સેનન લીડ રોલમાં છે. તે જ સમયે, જુગ-જુગ જિયોમાં વરુણની સાથે કિયારા અડવાણી, અનિલ કપૂર, નીતુ કપૂર લીડ રોલમાં છે.
આ સહીત અભિનેતા વરુણ આઈફા 2022માં પરફોર્મ કરવા પણ જઈ રહ્યો છે જે 20 અને 21 મેના રોજ અબુ ધાબીના યાસ આઈલેન્ડ ખાતે યોજાશે. વરુણ આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે આ દ્વારા તે તેના ફેન્સ સાથે વાતચીત કરવા જઈ રહ્યો છે.