1. Home
  2. ગુજરાતી
  3. તો શું સાચ્ચે જ આ એક્ટ્રેસની તૂટી ગઈ સગાઈ, સોશિયલ મીડિયા પરથી તેણે સગાઈના ફોટો પણ ડિલીટ કર્યા
તો શું સાચ્ચે જ આ એક્ટ્રેસની તૂટી ગઈ સગાઈ, સોશિયલ મીડિયા પરથી તેણે સગાઈના ફોટો પણ  ડિલીટ કર્યા

તો શું સાચ્ચે જ આ એક્ટ્રેસની તૂટી ગઈ સગાઈ, સોશિયલ મીડિયા પરથી તેણે સગાઈના ફોટો પણ ડિલીટ કર્યા

0
Social Share
  • એમી જેક્શનની તૂટી ગઈ સગાઈ
  • સોશિયલ મીડિયાથી દૂર કર્યા પોતાની સગાઈના ફોટો

મુંબઈઃ  અભિનેત્રી એમી જેક્શન હંમેશા તેના હોટ ફોટોને કારણેટાઈમ લાઈનમાં રહે છે. પરંતુ આ વખતે તે તેની પર્સનલ લાઇફને કારણે ચર્ચા આવી હોય તેમ જોવા મળ્યું છે.મળતી માહિતી પ્રમાણે એમીએ તેના મંગેતર જ્યોર્જ પનાયિટૂથી અલગ થઈ ગઈ છે અને જ્યોર્જ સાથેની તેની સગાઈની તમામ યોદો જેમ કે ફોટો પોસ્ટ સોશિયલ મીડિયાથી દૂર કરી દીધી છે, ત્યારબાદ એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે બંને વચ્ચે કંઈક બન્યુ હચું બન્ને સંબંધો બગડ્યા હતા.

અભિનેત્રી એ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જ્યોર્જ સાથેનો તેનો એક પણ ફોટો રાખ્યો નથી. તેની તાજેતરની પોસ્ટમાં ફક્ત તેના પુત્રો સાથે જ  તે જોવા મળે છે. આવી સ્થિતિમાં આ બંનેના બ્રેકઅપ થયું હોય તેવી અટકળો વહેતી થઈ રહી છે. જોકે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

જ્યારે એમી જેક્સન ગર્ભવતી હતી, ત્યારે તેણીએ તેના બોયફ્રેન્ડ મંગેતર જ્યોર્જ સાથેના તેના મજબૂત સંબંધ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેની ગર્ભાવસ્થા દરમિયાન તેનો અને જ્યોર્જનો સંબંધ ખૂબ મજબૂત બની ગયો છે. એમીએ કહ્યું હતું, ‘અમે એકબીજાને ખૂબ સારી રીતે જાણીએ છીએ. અમે એક બીજાના સારી ખરાબ દરેક બાબતથી વાકેફ છીએ. અમે પહેલા એકબીજાને પ્રેરીત કરતા હતા, પરંતુ આ પ્રકારની નિકટતા અલગ છે.

ઉલ્લેખનીય છે કે, એમી જેક્સન 2015 થી બ્રિટિશ ઉદ્યોગપતિ જ્યોર્જને ડેટ કરી રહી છે. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, જ્યોર્જે એમીને 1 જાન્યુઆરી, 2019 ના રોજ ઝામ્બીઆમાં રોમેન્ટિક અદામાં પ્રપોઝ મૂક્યો. ત્રણ મહિના પછી, એટલે કે માર્ચમાં, એમીએ તેની ગર્ભાવસ્થાની ઘોષણા કરી હતી અને આ સમય દરમિયાન બંનેએ ઓફિશિયલ સગાઈની પાર્ટીનું આયોજન કર્યું હતું. સપ્ટેમ્બર 2019 માં, અભિનેત્રીએ લગ્ન કર્યા વિના એક પુત્રને પણ જન્મ આપ્યો. આ દંપતીએ તેમના પુત્રનું નામ એન્ડ્રીઝ રાખ્યું છે. હવે 2 વર્ષ ની સગાઈ બાદ સંબંધોમાં કડવાશ ાવી હોવાના સમાચાર વહેતા થયા છે, જો કે એક્ટ્રેસે આ બાબતનો હજી ખુલાસો કર્યો નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code