તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 2નાં મોત
ચેન્નાઈ, 26 જુલાઈ 2026: તમિલનાડુના વિરુધુનગરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ગંભીર ઘટનામાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
ઘટના અંગે માહિતી મળતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. લોકો ફસાયેલા હોવાની આશંકા વચ્ચે ફાયર અને બચાવ ટીમો કામગીરી કરી રહી છે.
વિરુદુનગરના શિવકાશી નજીક આવેલી ફટાકડાની એક ગેરકાયદેસર ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં બે કામદારોનાં મોત થયાં છે અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે આ ઘટના અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


