Homeગુજરાતીગુજરાતએકતાનગરમાં 1લી નવેમ્બરથી 15 દિવસ દેશભરના 5000 કલાકારો ઝાંખી રજુ કરશે

એકતાનગરમાં 1લી નવેમ્બરથી 15 દિવસ દેશભરના 5000 કલાકારો ઝાંખી રજુ કરશે

રાજપીપળા, 30 ઑક્ટોબર 2026 : 5000 artists from across the country will provide entertainment  વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાનિધ્યમાં એકતાનગર ખાતે ભારત પર્વ-૨૦૨૬ના આયોજનની તૈયારીઓ ઉત્સાહભેર ચાલી રહી છે. ભારત સરકારના પર્યટન મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સંયુક્ત પ્રયાસથી યોજાનારો આ મહોત્સવ ૧થી ૧૫ નવેમ્બર દરમિયાન દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતામાં એકતાની ભવ્ય ઝાંખી રજૂ કરશે.

‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ની થીમ પર યોજાનારા આ પર્વમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકનૃત્યો, સંગીત, પરંપરાગત કળાઓ, હસ્તકલા, હેન્ડલૂમ અને પ્રાદેશિક વાનગીઓ મુખ્ય આકર્ષણ બનશે. અંદાજે ૫,૦૦૦ કલાકારો દ્વારા ૫૦થી વધુ કળાસ્વરૂપોની પ્રસ્તુતિ થવાની અપેક્ષા છે.

આ ઉપરાંત, રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયોના પેવેલિયન, હસ્તકલા બજાર તથા દેશભરની વાનગીઓથી સજ્જ ફૂડ કોર્ટ મુલાકાતીઓને ભારતની સાંસ્કૃતિક વિવિધતાનો અનુભવ કરાવશે. એકતા પ્રકાશ પર્વ, નર્મદા ક્રુઝ, વેલી ઑફ ફ્લાવર્સ અને જંગલ સફારી સહિતનાં પ્રવાસન આકર્ષણો પણ મુલાકાતીઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવશે. ભારત પર્વ દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને એક મંચ પર લાવી રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક ગૌરવ અને પ્રવાસનને નવી ઊંચાઈ આપશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular