1. Home
  2. ગુજરાતી
  3. અનુષ્કા શર્માની 3 વર્ષ બાદ ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’થી શાનદાર વાપસી – ટિઝર રિલીઝ, અભિનેત્રી ઝુલનના અવતારમાં
અનુષ્કા શર્માની 3 વર્ષ બાદ  ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’થી શાનદાર વાપસી – ટિઝર રિલીઝ, અભિનેત્રી ઝુલનના અવતારમાં

અનુષ્કા શર્માની 3 વર્ષ બાદ ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’થી શાનદાર વાપસી – ટિઝર રિલીઝ, અભિનેત્રી ઝુલનના અવતારમાં

0
Social Share
  • અનુષ્કા શર્માની ફિલ્મમાં વાપસી
  • ચકદા એક્સપ્રેસમાં જોવા મળી ઝલક
  • આ ફિલ્મ ઝુલનની બાયપિક છે
  • હવે અનુષ્કા સ્પોર્ટ ગર્લમા રુપ સ્ક્રિન પર દેખાશે

મુંબઈઃ- બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા તેના અંગત જીવનને લઈને ઘણી ચર્ચામાં હોય છે, વિરાટ કોહલી સાથેના લગ્ન જીવનને લઈને તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે, જો કે તેણે છેલ્લા 3 વર્ષથી બોલિવૂડમાં કોઈ ફિલ્મ કરી નથી, તેના દિકરીના જન્મ બાદ હવે તે ફરી બોલિવબડ ફિલ્મમાં પરત ફરી છે.

ઝુલન ગોસ્વામીના રોલમાં સ્ક્રીન પર  અનુષ્કા શર્મા રોલ પ્લે કરતી જોવા મળશે ઝુલનની બાયોપિક ચકદા એક્સપ્રેસનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થઈ ગયું છે. જો કે અનુષ્કા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે તો આ ફિલ્મ તેના ચાહકો માટે વિઝ્યુઅલ ટ્રીટ બની રહેશે.

https://www.instagram.com/anushkasharma/?utm_source=ig_embed&ig_rid=8faf014d-dffc-4f72-b17c-6888bbfd6caa

દર્શકો માટે અનુષ્કાને ક્રિકેટર તરીકે જોવાનું પણ રોમાંચક હશે. લગભગ 1 મિનિટના આ ટીઝરમાં મહિલા ક્રિકેટ ટીમની શરૂઆતની મુશ્કેલીઓની ઝલક બતાવામાં આવી છે. બીજી તરફ, અનુષ્કા બંગાળી એક્સેન્ટમાં ઝુલન ગોસ્વામીની જેમ બોલતી જોવા મળી રહી છે. તેણે એક ઈમોશનલ નોટ પણ લખી છે અને સમજાવ્યું છે કે આ ફિલ્મ તેના માટે કેમ ખાસ છે.

અનુષ્કા એ પોસ્ટ કરીને લખ્યું છે કે, આ ફિલ્મ મારા માટે ખરેખર સારી છે કારણ કે તે જબરદસ્ત ત્યાગની કહાનિ છે. ચકદા એક્સપ્રેસ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે અને તે મહિલા ક્રિકેટની દુનિયામાં આંખ ખોલનારી રહેશે. જે સમયે ઝુલને ક્રિકેટર બનવાનું અને દુનિયાની સામે દેશનું સન્માન લાવવાનું નક્કી કર્યું ત્યારે મહિલાઓ માટે સ્પોર્ટ્સ વિશે વિચારવું પણ મુશ્કેલ હતું. આ ફિલ્મ તેના જીવનમાં અને મહિલા ક્રિકેટમાં આકાર લેનારી ઘણી ઘટનાઓને ફરીથી વર્ણવે છે.

અનુષ્કાએ લાંબી નોટમાં લખ્યું છે કે ભારતમાં મહિલા ક્રિકેટ ક્રાંતિ લાવવા માટે આપણે બધાએ ઝુલન અને તેના સાથી ખેલાડીઓને સલામ કરવી જોઈએ. એક મહિલા તરીકે, ઝુલનની વાર્તા સાંભળીને મને ગર્વ છે અને તેની વાર્તાને દર્શકો અને ક્રિકેટ પ્રેમીઓ સુધી પહોંચાડવી એ સન્માનની વાત મારા માટે હશે.

અનુષ્કા વિશે  ઘણા સમયથી ચર્ચા હતી કે તે ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં જોવા મળશે. ત્યાર પછી તેની પ્રેગ્નન્સીને કારણે ફિલ્મને રોકી દેવામાં આવી હતી. બાદમાં એવા અહેવાલો આવ્યા હતા કે અનુષ્કા આ ફિલ્મ નથી કરી રહી પરંતુ તેની જગ્યાએ તૃપ્તિ ડિમરીએ લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અનુષ્કા જ ફિલ્મ પ્રોડ્યુસ કરશે. જોકે તેણે ફિલ્મની એક ઝલક શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code