1. Home
  2. ગુજરાતી
  3. રામાયણમાં સીતા બનીને દરેક ઘરની ફેવરિટ બનેલી અભિનેત્રી દીપિકા ચીખલિયાને મળી નવી ફિલ્મ
રામાયણમાં સીતા બનીને દરેક ઘરની ફેવરિટ બનેલી અભિનેત્રી દીપિકા ચીખલિયાને મળી નવી ફિલ્મ

રામાયણમાં સીતા બનીને દરેક ઘરની ફેવરિટ બનેલી અભિનેત્રી દીપિકા ચીખલિયાને મળી નવી ફિલ્મ

0
Social Share
  • રામાયણની સીતાને મળી નવી ફિલ્મ
  • ઈશ્ક ચકલ્લસ ફિલ્મમાં જોવા મળશે
  • આવતા વર્ષે સિનેમાઘરમાં થશે રિલીઝ

મુંબઈ:રામાનંદ સાગરની સૌથી હિટ સિરિયલ રામાયણમાં સીતાનો રોલ કરીને દરેક ઘરની ફેવરિટ બનેલી અભિનેત્રી દીપિકા ચિખલિયાને એક મોટી ફિલ્મ મળી છે. તે ટૂંક સમયમાં ફિલ્મ ઈશ્ક ચકલ્લસમાં જોવા મળવાની છે. જેમાં અંશુમન પુષ્કર, મુક્તિ મોહન, જીશાન કાદરી, રાજેશ શર્મા, આસિફ ખાન, મોનિકા શર્મા જેવા કલાકારો તેની સાથે છે.

આ ફિલ્મ આગામી થોડા અઠવાડિયામાં ફ્લોર પર જવાની છે અને તેનું શૂટિંગ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં થશે.અને આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરમાં રિલીઝ થશે. સંગીત વિશાલ મિશ્રા અને રાજ શેખર દ્વારા આપવામાં આવશે.એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર મયંક જોહરી છે.

રામાયણ હિટ થઈ ત્યારથી દીપિકા ચિખલિયા ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેણે મેગા સ્ટાર રાજેશ ખન્ના સાથે 1994માં ખુદાઈ ફિલ્મ કરી હતી.આ પહેલા તેની ફિલ્મ ઇઝ્ઝત આબરૂ 1986માં રિલીઝ થઇ હતી. તેણે સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું. પછી લોકડાઉન દરમિયાન જ્યારે રામાયણનું ટીવી પર ફરીથી પ્રસારણ થયું, ત્યારે તે ફરી એકવાર ફિલ્મોમાં સક્રિય થઈ ગઈ છે. તેણે આયુષ્માન ખુરાનાની સુપરહિટ ફિલ્મ બાલામાં ભૂમિ પેડનેકરની માતાની ભૂમિકા ભજવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code