1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી નીના ગુપ્તાને હવે આ વાતનો થાય છે પસ્તાવો , જાણો કંઈ વાતનો તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો
અભિનેત્રી નીના ગુપ્તાને હવે આ વાતનો થાય છે પસ્તાવો , જાણો કંઈ વાતનો તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો

અભિનેત્રી નીના ગુપ્તાને હવે આ વાતનો થાય છે પસ્તાવો , જાણો કંઈ વાતનો તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો

0
Social Share
  • નીના ગુપ્તાએ કર્યો ખુલાસો
  • તેણ ઘણા ખરાબ રોલ નિભાવ્યા કારણ કે ત્યારે તેના પાસે કાન નહોતું
  • આજે તેને આ વાતનો પસ્તાવો થાય છે

મુંબઈઃ બોલિવૂડની જાણીતી મશહૂર અભિનેત્રી નીના ગુપ્તા તેના અભિનય સાથે સાથે તેના બેબાક અંદાજને લઈને  જાણતી છે આ સાથે જ તે હંમેશા ચર્ચામાં પણ રહે છે,તાજેતરમાં જ અભિનેત્રીની ‘સચ કહું તો’ આત્મકથાએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ પુસ્તકમાં, તેમણે તેમના અંગત અને વ્યવસાયિક જીવન બંને વિશે ઘણા ખુલાસા કર્યા છે. જેને લઈને તે હાલ ચર્ચામાં જોવા મળે છે.

હવે અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાની ફિલ્મી કારકિર્દી વિશે ખુલીને વાત કરી છે.તેણે કહ્યું છે કે, જ્યારે તે પહેલા ફિલ્મો કરતી હતી, તેમાં કામ કર્યા પછી, તે પ્રાર્થના કરતી હતી કે તે  ફિલ્મ ક્યારેય રિલીઝ ન થાય. તેમએ કહ્યું કે, મેં ઘણા ખરાબ પાત્રો ભજવ્યા હતા કારણ કે  ત્યારે મારી પાસે કામ નહોતું. ‘હવે અભિનેત્રીને આ વાત યાદ કરતા ઘણો પસ્તાવો થઈ રહ્યો છે.આ બાબતે તેણે ખુલીને વાત કરી છે.

અભિનેત્રીએ તેના અંગત જીવન વિશે ખુલાસો કરતા કહ્યું કે, મેં  ટેલિવિઝનમાં ઘણા એવા કામ નથી કર્યા છે જે મને પસંદ નહોતા,પરંતુ ફઇલ્મી દુનિયામાં આવુ નહોતું, મને પૈસાની જરુરીયાત હતી એટલે કેટલા એવા પાત્રો પણ કરવા પડ્યા જે મારી પસંદના નહતા,જેના કારણે મને ઘટીયા લેવલની ફિલ્મો પમ કરવી પડી હતી,ટીવી પર એવી ફિલ્મો વાંવરા દર્શાવવામાં આવે છે આજે જ્યારે પણ હું આ ફિલ્મો જોવ છું તો મને પોતાને એવા રોલમાં જોઈને મગજ ખરાબ થઈ જાય છે,હાલની સ્થિતિ હવે એવી છે કે મારી ઉપર જવાબદારી છે તો  મને શું પસંદ છે શું નહી  તે પ્રમાણે હું પાત્ર નિભઆવી શકું છું.

પુત્રીના જન્મ વખતે આર્થિક સંકટમાં હતી નીના ગુપ્તા

નીના ગુપ્તા વેસ્ટ ઈન્ડિઝના પ્રખ્યાત ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સ સાથે રિલેશનશિપમાં રહી ચૂકી છે. અભિનેત્રીને રિચાર્ડ્સની એક પુત્રી મસાબા ગુપ્તા છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી હતી. મસાબાના જન્મ સમયે તેના માટે ઓપરેશન કરાવવું મુશ્કેલ બની ગયું હતું.ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં નીના એ 50 વર્ષની ઉંમરે વિવેક મહેરા સાથે લગ્ન કર્યા છે અને તેમને નીનાની પુત્રીથી કોઈ વાંધો નહતો ,આ બન્ને એ લંડનમાં મળ્યા બાદ તેમની ગાઢ રિલેશનશીપને જોઈને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code