1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અદાણી ટ્રાન્સમિશન ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ ઓરિએન્ટેડ એવોર્ડ વિજેતા
અદાણી ટ્રાન્સમિશન ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ ઓરિએન્ટેડ એવોર્ડ વિજેતા

અદાણી ટ્રાન્સમિશન ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ ઓરિએન્ટેડ એવોર્ડ વિજેતા

0
Social Share
  • ATLને એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો

અમદાવાદ, અદાણી ગ્રૂપની ભારતની સૌથી મોટી ખાનગી વીજ વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) ની ટ્રાન્સમિશન શાખાએ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ (CAP) 2.0° માં એવોર્ડ વિજેતા બની છે. કંપનીને આ એવોર્ડ એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં પ્રાપ્ત થયો છે.

આ એવોર્ડ એ એક નોંધપાત્ર સિદ્ધિ છે કારણ કે CAP 2.0°નો ઉદ્દેશ્ય આબોહવાના જોખમને ઘટાડવા ઉદ્યોગોને મદદ કરવાનો અને આબોહવાને સ્થિતિસ્થાપક બનાવવા માટેની તકોનું અન્વેષણ કરે છે. CAP 2.0° પુરસ્કાર ક્લાઈમેટ મેચ્યોરિટી મોડલ અને યુરોપિયન ફાઉન્ડેશન ફોર ક્વોલિટી મેનેજમેન્ટ મોડલ (EFQM)ના આધારે આપવામાં આવે છે. તેમાં આબોહવા પરિવર્તન સામે બિઝનેસ પ્રૂફિંગ માટેની તૈયારીઓના આધારે કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

અદાણી ટ્રાન્સમિશનને ‘ઓરિએન્ટેડ’ શ્રેણી હેઠળ આ એવોર્ડ મળ્યો છે. તે એ વાતની પુષ્ટિ કરે છે કે કંપનીની વ્યૂહરચના આબોહવા પરિવર્તનના મુદ્દાઓ અને અસરો સાથે સમન્વયિત છે. આબોહવા જોખમ કંપનીના એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ (ERM)નાં પરિબળો માનું એક છે. આબોહવા પરિવર્તન સામે લડવા સક્ષમ અધિકારીઓ આબોહવા-લિંક્ડ પોર્ટફોલિયોને સંભાળી રહ્યા છે તેમજ સંસ્થાએ ભાવિ GHG ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો અપનાવ્યા છે. ATL ને નવીદિલ્હી ખાતે નીતિ આયોગના નેચરલ રિસોર્સિસ એન્ડ ક્લાઈમેટ ચેન્જના સલાહકાર શ્રી અવિનાશ મિશ્રાએ CAP 2.0° એવોર્ડ એનાયત કર્યો.

ATLના MD અને CEO શ્રી અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે, “CAP 2.0° એવોર્ડ એ આબોહવા પરિવર્તન ઘટાડવા અને ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં સુધારો કરવા તરફના અમારા પ્રયત્નોની પ્રોત્સાહક માન્યતા છે” તેમણે ઉમેર્યુ હતું કે ” CII-CAP 2.0° એવોર્ડ, નેટ ઝીરો, ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ (ZWL) અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી (SUP) જેવી કંપનીની આબોહવા પરિવર્તન ઘટાડવા માટેની અમારી પહેલો અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. ATL હંમેશા બેસ્ટ ઇન-ક્લાસ સસ્ટેનેબિલિટી-પ્રેક્ટિસમાં બેન્ચમાર્ક સ્થાપિત કરવા પ્રયત્નરત છે અને વૈશ્વિક સ્તરે ઉભરી આવવાનું લક્ષ્ય ધરાવે છે.”

ATLની લાંબા ગાળાની પર્યાવરણ-સામાજિક-ગવર્નન્સ (ESG)ની પ્રતિબદ્ધતા વર્તમાનમાં સૌથી વધુ અસરકારક બનીને ઉભરી આવી છે. ATL એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને અનુરૂપ લક્ષ્યો વ્યાખ્યાયિત કર્યા છે. જેમાં મુખ્યત્વે SDG-13 ફોર ક્લાઈમેટ એક્શન છે. કંપનીનું GHG ઉત્સર્જન ઘટાડવાનું લક્ષ્ય ભારતના રાષ્ટ્રીય યોગદાન (NDC) સાથે સુસંગત છે.

ક્લાઈમેટ ચેન્જ પ્રત્યે ATLની પ્રતિબદ્ધતા ક્રિયાલક્ષી ESG વ્યૂહરચના દ્વારા પહેલેથી જ પ્રગટ થઈ છે, જેના પરિણામે તેની આવકના એકમ દીઠ GHGમાં ઘટાડો થયો છે. ATL એ તેના સંચાલન અને સંબંધિત પ્રોજેક્ટ સાઇટ પર આબોહવાના જોખમ અને અસરનું મૂલ્યાંકન કરવા માટે IPCC ના RCP 4.5 (મધ્યમ ઉત્સર્જન) નો ઉપયોગ કરીને આબોહવા દૃશ્ય-આધારિત વિશ્લેષણ હાથ ધર્યું છે. ATL નાણાકીય વર્ષ 2021-22માં નેટ-ઝીરો અને SBTi 1.5°C હાંસલ કરવાના માર્ગે પ્રતિબદ્ધ છે.

ATLનો ધ્યેય નાણાકીય વર્ષ 2022-23 સુધીમાં આબોહવા પ્રતિબદ્ધતાઓ સાથે સંરેખિત લક્ષ્યાંકો દ્વારા ઇલેક્ટ્રિક યુટિલિટી સેક્ટરના ESG બેન્ચમાર્કિંગ માટે ભારતમાં ટોચની-5 કંપનીઓમાં રહેવાનો તેમજ કુલ વીજળી વિતરણમાં 50% રિન્યુએબલ્સના સ્ત્રોત માટે સહાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને વેગ આપવાનો છે. (AEML) દ્વારા 2022-23 સુધીમાં સિંગલ-યુઝ-પ્લાસ્ટિક-ફ્રી (SuPF) પ્રમાણિત કંપની બનવા જેવી આબોહવા માટેની પહેલો કરવામાં આવી છે.

CAP 2.0° એ CII સેન્ટર ફોર એક્સેલન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (CESD) દ્વારા વ્યવસાયોને આબોહવા સ્થિતિસ્થાપક બનવા પ્રમોટ કરાતી માન્યતા અને ક્ષમતા વૃદ્ધિ કાર્યક્રમ છે. CII આબોહવા-પરિપક્વતા મોડલના આધારે અને બિઝનેસ એક્સેલન્સ ફ્રેમવર્કના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને CAP 2.0° વ્યવસાયોને આબોહવા પરિવર્તન સંબંધિત જોખમો અને તકોનું મૂલ્યાંકન કરવામાં અને તેમની લાંબા ગાળાની વ્યૂહરચનાઓમાં શમન ક્રિયાઓને એકીકૃત કરવામાં મદદ કરે છે. તે એક બેન્ચમાર્ક પ્રોગ્રામ છે જે કેસ્કેડિંગથી ઉદ્યોગોના આબોહવા શમન અને અનુકૂલન ઝડપી સ્કેલ અપની પહેલોને ઉજાગર અને પ્રોત્સાહિત કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code