ગરમીમાં સ્ટાઇલિશ લુક મેળવવા માટે અપનાવો આ ખાસ સમર સ્ટાઇલ ટિપ્સ
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ આપણા કપડાં, મેકઅપ અને એકંદર સ્ટાઈલ બદલાવા લાગે છે. આ કાળઝાળ ગરમીમાં સૌથી મહત્વનું એ છે કે આપણે એવા કપડાં અને સ્ટાઈલ પસંદ કરીએ જે આપણને ઠંડક પણ આપે અને સાથે જ સ્ટાઇલિશ પણ રાખે. જો તમે પણ આ ઉનાળામાં પોતાને ફ્રેશ, કૂલ અને ટ્રેન્ડી બતાવવા માંગતા હોવ તો જાણો કેટલીક શાનદાર સમર સ્ટાઇલ ટિપ્સ, જે તમારા ખૂબ કામ લાગશે.
- પેન્ટના રંગોમાં કરો ફેરફાર
જો તમને પેન્ટ પહેરવા ગમતા હોય તો ઉનાળામાં ડાર્ક કલર્સને થોડા સમય માટે સાઈડમાં મૂકી દો. બ્લેક, બ્લૂ કે બ્રાઉન જેવા ઘાટા રંગોને બદલે બ્લશ પિંક અથવા સ્કાય બ્લૂ જેવા લાઈટ શેડ્સ પસંદ કરો. આ રંગો આંખોને ઠંડક આપે છે અને જોવામાં પણ ખૂબ સોબર લાગે છે.
- મેકઅપમાં લાવો નવો વળાંક
મેકઅપ તમારા લુકને સુંદર બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. ગરમીમાં ભારે મેકઅપ ટાળવો જોઈએ. બ્લેક કાજલ કે લાઇનર ક્યારેક આ ઋતુમાં થોડું હાર્શ કે એજિંગ લુક આપી શકે છે. તેની જગ્યાએ બ્રાઉન, પિંક, શેમ્પેઈન, બ્લૂ કે ગ્રીન જેવા કલરફુલ લાઇનર્સ અને કાજલનો ઉપયોગ કરો. ફૂલ કવરેજ ફાઉન્ડેશન લગાવવાનું ટાળો. તેના બદલે બીબી ક્રીમ, ટિન્ટેડ સનસ્ક્રીન, લિપ અને ચીક ટિન્ટ્સ તેમજ ક્લિયર ગ્લોસનો ઉપયોગ કરો. આ તમને નેચરલ અને ગ્લોઇંગ લુક આપશે.
- આરામદાયક કપડાંની પસંદગી
સમર ફેશનમાં ‘કમ્ફર્ટ’ સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. તમે લિનન પેન્ટ્સ, એ-લાઇન સ્કર્ટ્સ, ઓવરસાઈઝ્ડ શર્ટ્સ કે કોટન ડ્રેસીસ પહેરી શકો છો. આ કપડાંમાં હવા ઉજાસ જળવાઈ રહે છે અને તમારો લુક સ્માર્ટ દેખાય છે.
- પેસ્ટલ કો-ઓર્ડ સેટ્સ
આજકાલ કો-ઓર્ડ સેટ્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે. ઉનાળા માટે પેસ્ટલ રંગના સેટ્સ બેસ્ટ છે. મિન્ટ ગ્રીન, સોફ્ટ પીચ, પાવડર બ્લૂ કે લવંડર જેવા રંગો સૂર્યના પ્રકાશને રિફ્લેક્ટ (પરાવર્તિત) કરે છે, જેના કારણે તમે ઠંડક અનુભવો છો અને તમારો લુક પણ અત્યંત ક્લાસી લાગે છે. આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને તમે પણ આ ઉનાળામાં ફેશન આઇકોન બની શકો છો.


