1. Home
  2. ગુજરાતી
  3. આયરલેન્ડને હરાવીને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ વન ડે વિશ્વકપ 2027 માટે થઈ કવોલિફાઈ
આયરલેન્ડને હરાવીને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ વન ડે વિશ્વકપ 2027 માટે થઈ કવોલિફાઈ

આયરલેન્ડને હરાવીને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ વન ડે વિશ્વકપ 2027 માટે થઈ કવોલિફાઈ

0
Social Share

નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2026: અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક સીમાચિહ્ન સર કરતા 2027 ICC ODI વર્લ્ડ કપ માટે સીધું ક્વોલિફિકેશન મેળવી લીધું છે. બેલફાસ્ટ ખાતે રમાયેલી રોમાંચક ત્રીજી અને અંતિમ વનડે મેચમાં અફઘાનિસ્તાને આયર્લેન્ડને 3 વિકેટથી હરાવીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

આ મેચમાં આયર્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરતા 46.3 ઓવરમાં 206 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે સાવચેતીપૂર્વક રમીને 44.5 ઓવરમાં 7 વિકેટના નુકસાને 207 રન બનાવીને મેચ અને સીરીઝ પોતાના નામે કરી લીધી હતી.

અફઘાનિસ્તાનની આ ઐતિહાસિક જીતના મુખ્ય હીરો સ્ટાર ઓલરાઉન્ડર રાશિદ ખાન રહ્યા હતા. તેમણે બોલિંગમાં કમાલ કરતા મહત્વની 3 વિકેટ ઝડપી હતી અને ત્યારબાદ મુશ્કેલ પરિસ્થિતિમાં બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરીને અણનમ 37 રન બનાવ્યા હતા, જે ટીમને જીત સુધી પહોંચાડવામાં નિર્ણાયક સાબિત થયા.

  • વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો

અફઘાનિસ્તાનના આ સીધા ક્વોલિફિકેશનથી ક્રિકેટ જગતમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેના કારણે ભૂતપૂર્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો લાગ્યો છે. હવે કેરેબિયન ટીમે 2027ના વર્લ્ડ કપમાં મુખ્ય પ્રવેશા માટે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code