1. Home
  2. ગુજરાતી
  3. લાંબા સમયના બ્રેક બાદ આ અભિનેત્રી હવે ઓટીટી પ્લેટફોર્મ પર મચાવશે ધમાલ  
લાંબા સમયના બ્રેક બાદ આ અભિનેત્રી હવે ઓટીટી પ્લેટફોર્મ પર મચાવશે ધમાલ  

લાંબા સમયના બ્રેક બાદ આ અભિનેત્રી હવે ઓટીટી પ્લેટફોર્મ પર મચાવશે ધમાલ  

0
Social Share
  • માધુરી દીક્ષિત ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે
  •  માધુરી દીક્ષિત ફરી ચલાવશે પોતાનો જાદુ
  • તેની પહેલી વેબ સિરીઝ માટે ઘણી ભારે ફી મળી
  • વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર થશે રિલીઝ   

મુંબઈ : આ દિવસોમાં ઘણા સ્ટાર્સ ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાઈ રહ્યા છે.આ લિસ્ટમાં હવે ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિતનું પણ નામ સામેલ થવા જઈ રહ્યું છે.

હાલમાં જ માધુરી દીક્ષિતની પહેલી વેબ સિરીઝને લઈને માહિતી સામે આવી છે. માધુરી દીક્ષિત કરણ જોહરની કંપની માટે પહેલો ડિજિટલ પ્રવેશ કરવા જઈ રહી છે.

માધુરીને તેની પહેલી વેબ સિરીઝ માટે ઘણી ભારે ફી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હિન્દી સિનેમામાં કામ કરતી વખતે, માધુરીને તેની ઓફર કરેલી ફી ક્યારેય મળી નહોતી. લગ્ન પછીની ફિલ્મોને અલવિદા કહ્યા બાદ માધુરીએ આજા નચલે ફિલ્મથી કમબેક કર્યું હતું.

સમાચારો અનુસાર કરણ જોહરની ડિજિટલ કન્ટેન્ટ પ્રોડક્શન કંપની માધુરી દીક્ષિત વિશે એક સિરીઝ બનાવવા જઈ રહી છે. આ સિરીઝનું નામ ખૂબ જ વિશેષ બનવા જઈ રહ્યું છે. આ સાથે જ આ સિરીઝનું નિર્દેશન બિજોય નામ્બિયાર  અને કરિશ્મા કોહલી કરી શકે છે.

માધુરી દીક્ષિતની સિરીઝનું પ્રસારણ એમેઝોન પ્રાઇમ પર કરવામાં આવશે. માધુરી વિવાદોથી દૂર રહેનારી અભિનેત્રી છે.એવામાં હવે 54 વર્ષની વયે પ્રથમ વેબ ફિલ્મ કરવા જઈ રહી છે.

માધુરી દીક્ષિતની આ વેબસિરીઝ ફક્ત ફેમિલી ડ્રામા હશે. તેનું નામ ‘દીવાર’ ફિલ્મ  ના ડાયલોંગ ‘મેરે પાસ મા હૈ’ થી પ્રભાવિત થશે. જોકે માધુરી લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ તે ઘણા રિયાલિટી ડાન્સિંગ શોને જજ કરી રહી છે. આજકાલ અભિનેત્રી શો ડાન્સ દિવાનામાં જજ તરીકે જોવા મળી રહી છે.

માધુરીએ તેની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે મૃત્યુદંડ, લજ્જા, હમ આપકે હૈ કૌન, સાજન, દેવદાસ જેવી અસંખ્ય ફિલ્મોમાં પોતાની અભિનયની છાપ છોડી દીધી છે. લગ્ન બાદ અભિનેત્રીએ સિનેમાને અલવિદા કહીને વિદેશમાં શિફ્ટ થઈ હતી.

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code