1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ બાદ રાજકોટના મેયર પણ મેયર બંગલામાં નહીં જાય રહેવા !
અમદાવાદ બાદ રાજકોટના મેયર પણ મેયર બંગલામાં નહીં જાય રહેવા !

અમદાવાદ બાદ રાજકોટના મેયર પણ મેયર બંગલામાં નહીં જાય રહેવા !

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ શહેરોમાં ભાજપ દ્વારા મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી. દરમિયાન ચાલીમાં રહેતા અમદાવાદના મેયર કિરિટભાઈ પરમારે મેયર બંગલામાં રહેવા જવાની બદલે પ્રજાની વચ્ચે ચાલીમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદના મેયરનો પ્રેરણાદાયક ઉત્તમ નિર્ણયને ભાજપના નેતાઓ સહિત અમદાવાદની પ્રજાએ પણ આવકાર્યો હતો. હવે રાજકોટના મેયર પ્રદિપ ડવે પણ મેયર બંગલોમાં રહેવાની અનઈચ્છા વ્યક્ત કરીને પ્રજાની વચ્ચે રહેવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટના નવનિયુક્ત મેયર પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, કિશોરાવસ્થામા રેસકોર્સ સાયકલ ઉપર જતા ત્યારે મેયર બંગલો જોઈને વિચારેલું આમા ક્યારે આપણો વારો આવે. આજે આ સ્વપ્ન પુરૂ થયું છે પણ મેયર બંગલામા રહેવાના બદલે મારા વોર્ડમાં મતદારો વચ્ચે રહીશ. શહેરની ટ્રાફિક સમસ્યા અને પાણી સમસ્યા દુર કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે. આજી શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટની યોજના શહેર માટે એક મહત્વકાંક્ષી પ્રોજેકટ છે અને તે આગળ ધપે તે જરૂરી છે. શહેરમા ટુરીઝમને વેગ મળે તે દિશામાં પણ કામગીરી કરવામાં આવશે.

રાજકોટના નવનિયુક્ત મેયર પ્રદીપભાઈ છેલ્લા 10 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે. તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈથી કરી હતી. વર્ષ 2010માં વોર્ડ-12માં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યાં હતા. જો કે, તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસમાંથી તેઓ ભાજપમા જોડાયા બાદ સંગઠનની કામગીરીમા અગ્રેસર રહ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણીમાં 72 બેઠકો પૈકી 68 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે માત્ર ચાર બેઠકો ઉપર જ કોંગ્રેસનો વિજય થયો હતો.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code