1. Home
  2. Agency
  3. News
  4. મૃત્યુદંડની સજા પછી બાંગ્લાદેશે કહ્યું શેખ હસીનાને સોંપી દો, ભારતે કહ્યું…
મૃત્યુદંડની સજા પછી બાંગ્લાદેશે કહ્યું શેખ હસીનાને સોંપી દો, ભારતે કહ્યું…

મૃત્યુદંડની સજા પછી બાંગ્લાદેશે કહ્યું શેખ હસીનાને સોંપી દો, ભારતે કહ્યું…

0
Social Share

નવી દિલ્હી, 17 નવેમ્બર, 2025: death sentence to former Bangladesh Prime Minister Sheikh Hasina બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવ્યા બાદ નવી સ્થિતિનું નિર્માણ થયું છે. બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાને સોંપી દેવા ભારત સમક્ષ માગણી કરી છે. જોકે તેના જવાબમાં ભારતે સંતુલિત જવાબ આપ્યો છે.

બાંગ્લાદેશમાં ગયા વર્ષે હિંસક દેખાવો બાદ તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાને બચવા માટે ત્યાંથી ભાગવું પડ્યું હતું અને તેઓ બાંગ્લાદેશી સૈન્યના હેલિકોપ્ટર મારફત ભારત પહોંચ્યા હતા. જોકે, તે પહેલાં તેમણે હિંસક ટોળાઓને કાબુમાં લેવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને એ દરમિયાન કરેલી કાર્યવાહીમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે.

ઓગસ્ટ 2024માં ઢાકામાં હિંસક બનેલા લોક આંદોલન બાદ બાંગ્લાદેશના વડાપ્રધાન ભારત આવી પહોંચ્યા હતા પરંતુ ત્યાંની વચગાળાની સરકારે તેમની સામે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલમાં કેસ ચલાવ્યો હતો. જેનો આજે સોમવારે ચુકાદો આવ્યો. અદાલતે શેખ હસીનાને દોષિત ઠેરવ્યા અને તેમના ઉપરાંત તેમના સમયના દેશના ગૃહમંત્રીને પણ મૃત્યુદંડની સજા સંભળાવી છે.

શું કહ્યું ભારત સરકારે?

ચુકાદો આવ્યા બાદ બાંગ્લાદેશની કામચલાઉ સરકારે શેખ હસીનાને સ્વદેશ પરત મોકલવા ભારત સરકાર સમક્ષ માગણી કરી હતી. તેના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ક્રાઈમ્સ ટ્રિબ્યુનલ દ્વારા અપાયેલા ચુકાદાની ભારતે નોંધ લીધી છે. એક પાડોશી દેશ તરીકે ભારત બાંગ્લાદેશનું લોકોનું શ્રેષ્ઠ હિત જળવાય તે માટે પ્રતિબદ્ધ છે. એ દેશમાં શાંતિ, લોકશાહી ઉપરાંત સર્વસમાવેશ અને સ્થિરતા માટે ભારત પ્રતિબદ્ધ છે. અમે હંમેશા તમામ પક્ષકારો સાથે રચનાત્મક સંપર્ક જાળવી રાખીશું.

આ અગાઉ, બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ત્યાંની એક અદાલતે દોષિત ઠેરવ્યા છે. ઘણા મહિનાથી ચાલતા કેસનો આજે સોમવારે ચુકાદો આપતા અદાલતે તેમને માનવતા વિરૂદ્ધ અપરાધ બદલ ચુકાદો ઠેરવ્યા છે. આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં ભૂતપૂર્વ વડાપ્રધાનને મૃત્યુદંડની સજા સંભળાવી હોવાનું જાણવા મળે છે.

ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર સામે પ્રજાએ મોટાપાયે આંદોલન શરૂ કર્યું તે સમયે તેમના દ્વારા કથિત રીતે બળપ્રયોગ થયો હોવાના આરોપ લાગ્યા હતા. તે સમયે યુએનની માનવ અધિકાર ઑફિસે તેના એક અહેવાલમાં એવો દાવો કર્યો હતો કે 15 જુલાઈથી 15 ઑગસ્ટના આ પ્રજા આંદોલન દરમિયાન શેખ હસીના સરકારે લીધેલા આકરાં પગલાં દરમિયાન ઓછામાં ઓછા 1400 માણસો માર્યા ગયા હતા.

તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના ઉપર એવા પણ આક્ષેપ થયા હતા કે, જુલાઈ-ઑગસ્ટ 2024ના લોક આંદોલન દરમિયાન તેx`મણે દેખાવકારો ઉપર હેલિકોપ્ટર અને ડ્રોન વડે ગોળીબાર કરાવ્યા હતા.

બાંગ્લાદેશની અદાલતે તેના ચુકાદામાં નોંધ્યું કે, એ લોક આંદોલન દરમિયાન શેખ હસીનાએ તેમની સરકારના ટીકાકાર એવા પત્રકારો, રાજકારણીઓ તેમજ કર્મશીલોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા તેવા પુરાવા ઉપલબ્ધ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code