Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને બે પ્લોટ વેચતા 118 કરોડની આવક

Social Share

અમદાવાદઃ શહેરના ચાંદખેડા અને મોટેરામાં આવેલા એએમસીની માલિકીના બે કિંમતી પ્લોટ હરાજીથી વેચવા માટે મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય કર્યો હતો. અને તે અંગે બીડ મંગાવવામાં આવી હતી. જેમાં બન્ને પ્લોટની જે ઓફર મળી છે.તેનાથી મ્યુનિને 118 કરોડ રૂપિયાની આવક થશે. વેચાણની અંદાજિત આવક કરતા 4.62 કરોડથી વધુ આવક સાથે પ્લોટ વેચાયા છે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ  મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શીયલ હેતુ માટેના 9 પ્લોટની યોજાયેલી હરાજીમાં મોટેરાના કોમર્શિયલ અને ચાંદખેડામાં રહેણાંક પ્લોટની હરાજી થઈ છે. મોટેરામાં TP- 21 (મોટેરા), FP -335માં 993 ચો. મીટરના કોમર્શિયલ હેતુ માટેના પ્લોટની હરાજીમાં સાત્યિક ઈન્ફાસ્પેસ LLIPએ ખરીદી માટે રસ દર્શાવ્યો છે. મોટેરામાં કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ માટે ચો.મી દીઠ રૂ. 1 લાખની અપસેટ વેલ્યુ નક્કી કરાઈ હતી અને તેની સરખામણીએ રૂ. 1.42ની ઓફર આવી છે. જેનાથી 13.20 કરોડની આવક થશે.

જ્યારે ચાંદખેડામાં TP-44 (ચાંદખેડા), FP. 218માં 12292 ચોમીનાં રેસીડન્શિયલ હેતુ ધરાવતા પ્લોટની હરાજીમાં મોટેરા એન્ટરપ્રાઈઝ LLPએ રસ દર્શાવ્યો છે અને ચાંદખેડાના પ્લોટ માટે ચો.મી. દીઠ રૂ. 84000ની અપસેટ વેલ્યુની સરખામણીએ ચો.મી. દીઠ રૂ. 84500ની ઓફર આવી છે. જેની હરાજી મારફતે રૂ. 104 કરોડ જેટલી આવક થશે. આ બે પ્લોટની હરાજી મારફતે રૂ. 112.88 આવક થવાની ધારણા હતી. જોકે, બંન્ને પ્લોટની હરાજી માટે નક્કી કરાયેલી રકમની સરખામણીએ વધુ ઓફર આવતાં AMCને રૂ. 117.54 કરોડની આવક થશે.