Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બે વર્ષમાં ગરીબો માટે 10.000 આવાસ બનાવાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઝૂંપડા હટાવીને ગરીબો માટે નવા આવાસ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આગાની બે વર્ષમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 1406 કરોડના ખર્ચે 10,244 મકાનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના માટે પીએમસી દ્વારા કેટલાંક ટેન્ડરો પ્રોસેસમાં હોવાનું કહેવાય છે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ઇડબ્લ્યુએસનાં 2,623 મકાન સ્લમ રિડેવલપમેન્ટના 2497 મકાન અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3,794 એલઆઈજી હેઠળ 1233 મકાન બનાવાશે. શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને મકાનો પાડવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ માટે વર્ષો પહેલા બનાવવામાં આવેલાં મકાનો પણ જર્જરિત થયાં હોવાથી તે મકાનો પણ નવા બનાવવામાં આવશે

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આગામી દિવસોમાં શહેરના ચાંદખેડા, બહેરામપુરા, જમાલપુર, ખોખરા, નરોડા, બાપુનગર, દાણીલીમડા, દૂધેશ્વર સહિતના વિસ્તારોમાં આ પ્રકારનાં મકાન બનાવવામાં આવશે. આ યોજના માટે પીએમસી દ્વારા કેટલાંક ટેન્ડરો પ્રોસેસમાં હોવાનું કહેવાય છે.