Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પીજી માટે એસઓપી જાહેર કરતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં બહારગામના અનેક વિદ્યાર્થીઓ અને નોકરિયાતો પેઈંગ ગેસ્ટ યાને પીજીમાં રહે છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક પીજી આવેલા છે. પીજી માટેના કોઈ નિયમો ન હોવાથી સ્થાનિક સોસાયટીના રહિશોનો વિરોધ પણ ઊઠ્યો હતો. તેના લીધે મદાવાદ મ્યનિ.કોર્પોરેશન દ્વારા પીજીના સંચાલકો માટે એસઓપી બનાવી છે. જેથી પીજીના સંચાલકોએ ભારે વિરોધ કર્યો છે. પીજીના સંચાલકોએ એવી રજુઆત કરી છે કે, એએમસીએ બનાવેલા નિયમોનું પાલન કરવામાં આવે તો એક પણ પીજી ચાલી શકે તેમ નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પીજી (પેઇંગ ગેસ્ટ) સંચાલકો માટે કડક નિયમો બનાવ્યા છે.  જેમાં હાઉસિંગ સોસાયટી. પોલીસ, ફાયરનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)ની ફરજિયાત જોગવાઈ સામે વિરોધ ઊભો થયો છે. આ અંગે PG સંચાલકોએ અમદાવાદ મેયર અને કમિશનરને રજૂઆત કરી છે  કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા નિયમો PG ની SOP માં નાંખી દેવાયા હોવાના આક્ષેપ કરાયો છે.

આ અંગે પીજી સંચાલકોએ પીજી કાઉન્સિલ બનાવી ન્યુસન્સ અટકાવવા નિયમો બનાવવાની માંગ કરી છે. મ્યુનિ.કોર્પોરેશનની SOP માં પીજી માટે બીયુ, પોલીસ અને ફાયર NOC જોગવાઈ કરવામાં આવી છે. લોજને હોસ્પિટાલિટીમાં વર્ગીકૃત કરવી અને GDCR પાર્કિંગ વ્યવસ્થા કરવાની કરી છે. સંચાલકોનો દાવો છે કે બિલ્ડરો જ પીજીચલાવી શકે એવી જોગવાઈ કરાઈ છે. સોસાયટીની NOC રદ્દ કરી મકાન માલિકનું અન્ડરટેકિંગ ચલાવવા માંગ કરવામાં આવી છે. પાર્કિંગ વ્યવસ્થા માટે સમગ્ર શહેરને લાગુ પડે એ જ નિયમો પીજી માં રાખવા માંગ કરવામાં આવી છે. નવા નિયમો લાગુ પડે તો મોટાભાગ પીજી બંધ થઈ જવાનો ભય સંચાલકોને લાગી રહ્યો છે. પીજી કાઉન્સિલ બનાવી એમાં પૂર્વ જજ-પોલીસ અને પીજી સંચાલકોને રાખવા માંગ છે. અમદાવાદમાં હાલ 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ-નોકરીયાતો પીજીમાં રહેતા હોવાનો અંદાજ છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પીજી સંચાલકો માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ફરજિયાત કર્યું છે, જેના વિના પીજી ચલાવવું ગેરકાયદે ગણાય છે. આ નિયમથી સંચાલકોમાં નારાજગી છે.પીજીના જટિલ નિયમો અને કડક શરતો હોવાનું સંચાલકો કહી રહ્યા છે. મ્યુનિએ પીજી સંચાલન માટે કડક નિયમો જેવા કે સુરક્ષા, સ્વચ્છતા, અને બાંધકામની મંજૂરીની શરતો લાગુ કરી છે, જે પૂર્ણ કરવા સંચાલકોને માટે મુશ્કેલ છે. પીજીમાં ફાયર સેફ્ટી સાધનો (જેમ કે ફાયર એક્ઝિટ, એલાર્મ) ફરજિયાત કરાયા છે. ઘણા સંચાલકો આવા ખર્ચાળ સાધનો લગાવવા માટે આર્થિક રીતે સક્ષમ નથી. પીજી સંચાલકોનું માનવું છે કે મ્યુનિના નવા નિયમો એકતરફી છે અને તેમની આજીવિકા પર અસર કરે છે, કારણ કે નિયમોનું પાલન કરવું ખર્ચાળ અને જટિલ છે.