અમદાવાદઃ કાશ્મીરમાં આતંકવાદી હુમલા વધતા કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારને સાબદા રહેવા તાકીદ કરી છે. દરમિયાન તહેવારો દરમિયાન અમદાવાદમાં આતંકવાદીઓ ભાંગફોડની પ્રવૃતિ આચરે તેવી શકયતાને પગલે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ પેટ્રોલીંગમાં વધારો કરવાની સાથે વાહન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રૂમમાં નનામો ફોન આવ્યો હતો. તેમજ શહેરકોટડા પોલીસ મથક વિસ્તારમાં આવેલી મસ્જીદમાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ છુપાયા હોવાનો સંદેશ આપ્યો હતો. આ નનામા ફોનને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. તેમજ સમગ્ર વિસ્તારની મસ્જીદોમાં તપાસ કરી હતી. બે કલાકથી વધુના સમયબાદ કંઈ શંકાસ્પદ નહીં મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કોટ વિસ્તારમાં આવેલી કેટલીક મસ્જિદોમાં શંકાસ્પદ વ્યક્તિ છુપાયાં હોવાનો તથા તેમને ભારતીય ભાષા આવડતી નહીં હોવાનો નનામો ફોન પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવ્યો હતો. ફોનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીએ તપાસના આદેશ કર્યો હતા. શહેરના કોટ વિસ્તારમાં આવેલી મસ્જિદોમાં પોલીસે તપાસ પણ કરી હતી. એટલું જ નહીં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. કાલુપુર પોલીસ, શહેર કોડટા પોલીસ, દરિયાપુર પોલીસ અને માધુપુરા પોલીસ આ તમામ પોલીસ સ્ટેશનનો અડધો સ્ટાફ એક્શન મોડમાં આવી ગયો હતો. તેમજ ગણતરીની મિનિટોમાં જ પોતાના વિસ્તારમાં આવેલી મસ્જિદોમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. જો કે, પોલીસની તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ નહીં મળતા ઉચ્ચ અધિકારીઓ સહિતા સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ નનામો ફોન ક્યાંથી અને કોણે કર્યો હતો તેની પોલીસે તપાસ શરૂ કરી હતી.
યતા છે.