અમદાવાદ, 08 માર્ચ 2026: AI will now answer the helpline in AMC શહેરમાં એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા નાગરિકોના પ્રશ્નો ઉકેલવા માટે હવે અદ્યત્તન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં કરવામાં આવશે, એઆઈ દ્વારા જ હેલ્પલાઈન પર નાગરિકોની ફરિયાદો નોંધવામાં આવશે, અને તેના નિરાકરણ માટે પણ એઆઈ દ્વારા ઝડપી નિરાકરણ કરાશે. એએમસી દ્વારા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ (SCADL) મારફતે કોમ્પ્રેહેન્સીવ કમ્પ્લેઈન્ટ રિડ્રેસલ સિસ્ટમ 2.0 (CCRS 2.0) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા નાગરિકોની ઓનલાઈન અલગ અલગ માધ્યમોથી ફરિયાદ લેવામાં આવે છે જેમાં વોટ્સએપ, ટ્વીટર, SMS અને ફોનના માધ્યમથી ફરિયાદ નોંધાવી શકાય છે. હવે અત્યાધુનિક ટેકનોલોજી સાથે નાગરિકોની ઓનલાઈન ફરિયાદના તમામ માધ્યમોને એક જ પ્લેટફોર્મ પર લવાશે, એઆઈ અને એનાલિટિક્સ દ્વારા સમસ્યાઓનો ઝડપી ઉકેલ, રિયલ-ટાઈમ કામગીરીની પારદર્શિતા, મલ્ટી-ચેનલ ફરિયાદોનું રજિસ્ટ્રેશન, નાગરિકોની સેવા ઝડપી નિરાકરણ મળે તેના માટે કરવામાં આવશે.
આ અંગે મ્યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં તમામ સિટીઝનો જે 155303 ઓનલાઈન કોર્પોરેશનનો જે નંબર છે તેના પર ફરિયાદ કરતા હોય છે અને તેમની ફરિયાદોનું 24 કલાકમાં નિરાકરણ આવતું હોય છે. પરંતુ ઘણીવાર સિટીઝન દ્વારા ફરિયાદ કામ થયા વગર જ બંધ થઈ ગઈ એવી ફરિયાદ આવતા તેનું ક્રોસ વેરીફિકેશન કરવામાં આવતું હતું. જોકે, હવે 155303 નંબર પર ઓનલાઈન ફરિયાદ કરતા AI દ્વારા તેને રિસિવ કરવામાં આવશે અને સમગ્ર મામલે કન્વર્ઝેશન કરી તેની ફરિયાદ નોંધવામાં આવશે. નાગરિકોની જે પણ ફરિયાદ હોય જેમ કે, વોટર, ડ્રેનેજ કે પછી લાઈટ રિલેટેડ અથવા બીજી કોઈ ફરિયાદ હોય તેનો પહેલાનો ફોટો અને પછીનો ફોટો એઆઈ વર્ઝન દ્વારા અપડેટ કરવામાં આવશે. આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દેશની સૌપ્રથમ એઆઈ બેસ કમ્પ્લેન આધારીત ટેકનોલોજીનો ઉપયોગ કરી નગરજનોના પ્રશ્નોનું નિરાકણ લાવનાર મહાનગરપાલિકા બનશે.
સૂત્રોના કહેવા મુજબ એડવાન્સ IVR સિસ્ટમનો ઉપયોગ (25 ચેનલ કે જેનું રેકોર્ડિગ અને 50 ચેનલ સુધી વિસ્તરણની ક્ષમતા), વોટ્સએપ ચેટબોટ, મોબાઈલ એપ્લિકેશન, વેબ પોર્ટલ, સોશિયલ મીડિયા ઈન્ટીગ્રેશન, SMS, ઈમેલ, વોર્ડ ઓફિસ વોક-ઈન સહિતના માધ્યમો ફરિયાદ નોંધણી માટે ઉપલબ્ધ રહેશે. આ તમામ માધ્યમોથી મળતી માહિતી એનાલિસ્ટિક ડેશબોર્ડ, GIS Maps, AI ચેટબોટ અને મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ (MIS) સિસ્ટમમાં પહોંચશે. આ સાધનો દ્વારા ફરિયાદ નિવારણ, ઓટોમેટેડ એસ્કેલેશન, SLA ટ્રેકિંગ અને નાગરિક પ્રતિસાદ વ્યવસ્થા શક્ય બનશે. આ પ્રોજેક્ટ હેઠળ 5 વર્ષ સુધી ઓપરેશન્સ એન્ડ મેઈન્ટેનન્સ, 24×7 કોલ સેન્ટર સેવા, ટેકનિકલ સ્ટાફ અને સતત તાલીમ પણ આપવામાં આવશે.

