Site icon Revoi.in

દિલ્લી-NCR માં હવાનું પ્રદુષણ વધ્યું: સતત ચોથા દિવસે AQI “ગંભીર” શ્રેણીમાં

Social Share

નવી દિલ્હી: દિલ્લી-એનસીઆરમાં ઠંડી વધતા હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ રહી છે. સતત ચોથા દિવસે શુક્રવારે હવામાં પ્રદૂષણનું સ્તર ‘ગંભીર’ કેટેગરીમાં રહ્યું હતું. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં AQI 400થી ઉપર નોંધાયો છે. ડૉક્ટરોએ આ સ્થિતિને અતિ જોખમી કહી તાત્કાલિક અસરકારક પગલા લેવા પર ભાર મૂક્યો છે.

શહેરમાં સવારે જ ભારે ધુમ્મસ છવાયું હતું, પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું છે કે સૂર્યપ્રકાશ પણ ચોમેર ધૂંધળું દેખાયુ હતો. સમગ્ર શહેર ‘ગેસ ચેમ્બર’ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.

વિસ્તાર             AQI
વજીરપુર             447
ચાંદની ચોક        445
બવાણા              442
ITO                   431
અશોક વિહાર    422
સોનિયા વિહાર   420
આનંદ વિહાર     410
નજફગઢ             402
ઓખલા             401

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) મુજબ દિલ્લીના 39 મોનીટરીંગ સ્ટેશનોમાંથી 28માં પ્રદૂષણ ગંભીર સ્તરે નોંધાયું છે. આવતા દિવસોમાં પરાળીનો ધૂમાડાને પગલે એનસીઆરની હવાની સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા જણાવાઈ છે.

Exit mobile version