
અજય દેવગણે શેર કર્યું ‘ભોલા’નું મોશન પોસ્ટર,ટીઝર રિલીઝ ડેટ પણ આવી સામે
મુંબઈ:’દ્રશ્યમ 2’થી થિયેટરોમાં ધમાલ મચાવ્યા બાદ અજય દેવગણે હવે તેની આગામી ફિલ્મ ‘ભોલા’ની તૈયારી શરૂ કરી દીધી છે. દ્રશ્યમ સિરીઝની જેમ આ ફિલ્મમાં પણ અજય દેવગણ અને તબ્બુની હિટ જોડી જોવા મળવાની છે.આ ફિલ્મની ઝલક શેર કરતા અજય દેવગણે ‘ભોલા’નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે.એટલું જ નહીં, અભિનેતાએ ફિલ્મના ટીઝર સાથે જોડાયેલી માહિતી પણ શેર કરી છે.
અજય દેવગણે તેની આગામી ફિલ્મ ‘ભોલા’નું મોશન પોસ્ટર તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છે.મોશન પોસ્ટરમાં અજય દેવગણની ઝલક જોવા મળી રહી છે.અભિનેતા તેના કપાળ પર ભસ્મ લગાવતો જોવા મળે છે.
મોશન પોસ્ટરની શરૂઆત ધમાકેદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી થાય છે. આ પછી ફિલ્મના નામ સાથે ત્રિશુલ બતાવવામાં આવે છે અને ત્યારબાદ અજય દેવગણની એન્ટ્રી થાય છે, જે કપાળ પર ભસ્મ લગાવતો જોવા મળે છે.’ભોલા’નું મોશન પોસ્ટર શેર કરતા અજય દેવગણે કેપ્શનમાં લખ્યું, ‘તૈયારી’. ‘દ્રશ્યમ 2’ પછી હવે ફેન્સ તેની આગામી ફિલ્મ ‘ભોલા’ની રાહ જોઈ રહ્યા છે.
‘ભોલા’નું મોશન પોસ્ટર પણ ફિલ્મના ટીઝર વિશે માહિતી આપે છે.અજય દેવગણની ફિલ્મ ‘ભોલા’નું ટીઝર આવતીકાલે એટલે કે 22 નવેમ્બર 2022ના રોજ રિલીઝ થશે.આ ફિલ્મમાં અભિનયની સાથે અજય દેવગણે આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે.