1. Home
  2. ગુજરાતી
  3. છત્રપતિ શિવાજીના રોલમાં જોવા મળશે અક્ષય કુમાર,જુઓ ફર્સ્ટ લુક
છત્રપતિ શિવાજીના રોલમાં જોવા મળશે અક્ષય કુમાર,જુઓ ફર્સ્ટ લુક

છત્રપતિ શિવાજીના રોલમાં જોવા મળશે અક્ષય કુમાર,જુઓ ફર્સ્ટ લુક

0
Social Share

મુંબઈ:બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી મરાઠી ફિલ્મને લઈને ચર્ચામાં છે.અક્ષય આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવશે.આ મરાઠી ફિલ્મનું નામ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’ છે.ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.અક્ષય કુમારે તેના ઇન્સ્ટાગ્રામ પર આ વિશે માહિતી આપી છે.આ ફિલ્મમાં અક્ષય ખૂબ જ શાનદાર અને સીરીયસ  ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.આ ફિલ્મનો અક્ષયનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ થઈ ગયો છે.જેમાં અક્ષય સંપૂર્ણ શિવાજી ગેટઅપમાં ચાલીને આવતા જોવા મળે છે અને ‘જય ભવાની, જય શિવાજી!’ અક્ષયનો આ લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે.

https://www.instagram.com/reel/Cl0QVWUDeIU/?utm_source=ig_embed&ig_rid=0b6fed71-cfb1-499d-9bce-f1c685e9993f

અક્ષય પોતાના રોલને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેણે લખ્યું છે- ‘આજે હું મરાઠી ફિલ્મ વેડાત મરાઠે વીર દૌડલે સાતનું શૂટિંગ શરૂ કરી રહ્યો છું, જેમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવું મારા માટે સોભાગ્ય છું.તેમના જીવનમાંથી પ્રેરણા લઈને અને મા જીજાઉના આશીર્વાદ લઈને હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ!

અક્ષયની આ ફિલ્મ વિશે ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પણ ટ્વીટ કર્યું છે.જેમાં લખ્યું છે- ‘અક્ષય કુમાર છત્રપતિ શિવાજીના રૂપમાં. ફિલ્મની આજથી શરૂઆત થઈ ગઈ છે.નિર્દેશક મહેશ માંજરેકર છે અને નિર્માતા વસીમ કુરેશી છે.

અક્ષય કુમારના ફેન્સ તેની આગામી મરાઠી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.અક્ષય કુમારની આ પહેલી મરાઠી ફિલ્મ છે.ફિલ્મમાં અક્ષયની સાથે જય દુધાને, ઉત્કર્ષ શિંદે, વિશાલ નિકમ, વિરાટ મડકે, હાર્દિક જોશી, સત્યા, અક્ષય, નવાબ ખાન અને પ્રવીણ તારડે પણ છે.મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2023ની દિવાળીમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ ફિલ્મ 4 ભાષાઓ મરાઠી, હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code