નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકીની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરી છે.ચાલી રહેલી તપાસમાં અલ ફલાહ ગ્રુપના પરિસરમાં કરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન દિલ્હીમાં 19 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા જેમાં અલ ફલાહ યુનિવર્સિટીના પરિસર અને અલ ફલાહ ગ્રુપના મુખ્ય વ્યક્તિઓના રહેણાંક તપાસમાં બહાર આવ્યું છે કે ગુનામાંથી મોટી માત્રામાં આવક ઉભી કરવામાં આવી છે. પુરાવા દર્શાવે છે કે ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયા પરિવારની માલિકીની સંસ્થાઓમાં વાળવામાં આવ્યા છે.
સર્ચ દરમિયાન, 48 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ, વિવિધ જાતના ડિજિટલ સાધનો અને દસ્તાવેજી પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા. એજન્સીએ ઉમેર્યું હતું કે ગ્રુપની અનેક શેલ કંપનીઓ અને અન્ય ઘણા કાયદાઓ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી બે FIRના આધારે ED એ અલ ફલાહ ગ્રુપ સામે તપાસ શરૂ કરી હતી.

