1. Home
  2. ગુજરાતી
  3. આલિયા ભટ્ટની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ડાર્લિગ્સ’નું ફર્સ્ટ સોંગ ‘લા ઈલાજ’ રિલીઝ – 5 ઓગસ્ટે ફિલ્મ OTT પર જોવા મળશે
આલિયા ભટ્ટની મોસ્ટ અવોઈટેડ  ફિલ્મ ‘ડાર્લિગ્સ’નું ફર્સ્ટ સોંગ ‘લા ઈલાજ’ રિલીઝ – 5 ઓગસ્ટે ફિલ્મ OTT પર જોવા મળશે

આલિયા ભટ્ટની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ડાર્લિગ્સ’નું ફર્સ્ટ સોંગ ‘લા ઈલાજ’ રિલીઝ – 5 ઓગસ્ટે ફિલ્મ OTT પર જોવા મળશે

0
Social Share
  • આલિયા ભટ્ટની ફિલ્મ ‘ડાર્લિગ્સ’નું ફર્સ્ટ સોંગ લાઈલા જ રિલીઝ 
  • 5 ઓગસ્ટે ફિલ્મ ઓટીટી પર થશે રિલીઝ

મુંબઈઃ- બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની એક્ટિંગને લઈને લાખો દર્શકોના દિલમાં જગા બનાવવામાં સફળ સાબિત થી છે, છેલ્લા ઘણા સમયથી તે રણબીર કપુર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં હતી ત્યાર બાદ બન્ને લગ્નને લઈને ચર્ચામાં આવી ,તેણે બોલિવૂડમાં અનેક સફળ ફિલ્મો આપી છે ,ગંગુબાઈ જેવી સુપર હીટ ફિલ્મ કર્યા બાદ આલિયાની ફિલ્મ ડાર્લિંગ્સની દર્શકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે આજે આલિયાની આ ફિલ્મનું સોંગ લા ઈલાજ રિલીઝ કરવામાં આવ્યું છે.

આલિયા ભટ્ટના જીવનની સફર લા ઇલાજ સોંગમાં જોવા મળી છે. આ સ્લો રોમેન્ટિક સોંગમાં આલિયા ભટ્ટ અને એક્ટર વિજય વર્માની લવ કેમેસ્ટ્રી જોવા મળી છે. સોંગમાં માત્ર ફિલ્મનો સીન જ જોવા મળે છે. આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર લા ઇલાજ પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘અમારું હૃદય તમારા હૃદય સુધી.’

ફિલ્મના સોંગની ખાસ વાત એ છે કે અનેક સુપર હિટ સોંગ ગાનારા સિંગર અરિજિત સિંહ દ્વારા  આ સોંગને અવાજ આપવામાં આવ્યો, ‘લા ઇલાજ’ વિશાલ ભારદ્વાજે કમ્પોઝ કર્યું છે અને ગીતોના લિરિક્સ ગુલઝારે લખ્યા છે.

આ સોંગમાં આલિયા તેના પતિ વિજય વર્મા દ્વારા ભજવાયેલ પાત્ર સાથેના જૂના દિવસોને યાદ કરી રહી છે, દંપતી વચ્ચેનો પ્રેમ સહીત દાંપત્ય જીવનમાં સહન કરેલા અત્યાચારોની ઝલક જોવા મળે છે.આ સાંગના એક દ્રશ્યમાં, આલિયા તેના ચહેરા પર લોહીથી લથપથ જમીન પર પડેલી જોવા મળે છે.ફિલ્મમાં ઘરેલું અત્યારની કહાનિ વર્ણવામાં આવી છે.

ઉલ્લેખનીય છએ કે આ ફિલ્મ થકી આલિયા પણ યારેક્ટર તરીકે જેબ્યૂ કરી રહી છે,જસમીત કે રીન દ્વારા નિર્દેશિત, ‘ડાર્લિંગ્સ’ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને આલિયાના પ્રોડક્શન હાઉસ એટરનલ સનશાઈન પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 5 ઓગસ્ટ,રોજ રિલીઝ થવા જઈ રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code