1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં લગ્ન નોંધણીમાં ગોલમાલનો આક્ષેપ, પોલીસ વેરિફિકેશનો નિયમ બનાવોઃ SPG
ગુજરાતમાં લગ્ન નોંધણીમાં ગોલમાલનો આક્ષેપ, પોલીસ વેરિફિકેશનો નિયમ બનાવોઃ SPG

ગુજરાતમાં લગ્ન નોંધણીમાં ગોલમાલનો આક્ષેપ, પોલીસ વેરિફિકેશનો નિયમ બનાવોઃ SPG

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લગ્ન નોંધણીમાં કેટલાક સ્થળો પર ગોલમાલ થતી હોવાનો પાટિદારોના સરદાર પટેલ ગૃપ (SPG)એ આક્ષેપ કર્યો છે. SPGના લાલજી પટેલે આક્ષેપ કર્યો હતો. કે, રાજ્યના 5 વિસ્તારોમાં 4130 લગ્નો ખોટી રીતે થયા છે. આણંદ, બનાસકાંઠા, અમરેલી અને ખેડા જિલ્લામાં આવી ખોટી રીતે લગ્ન કરનારાની સંખ્યા વધારે છે. કેટલાક કિસ્સામાં લગ્ન વિધિ ન થઈ હોય અને લગ્નના પ્રમાણપત્ર આપી દેવાયા છે. અથવા તો લગ્ન વિધિના સ્થળ તરીકે ખોટું સ્થળ દર્શાવવામાં આવ્યું છે.સરદાર પટેલ ગ્રુપે માંગણી કરી છે. કે, દીકરી જે ગામની હોય ત્યાં જ નોંધાણી થાય અને પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવે તેવી સરકાર પાસે માગણી કરીએ છીએ.
પાટીદાર સમાજની સંસ્થા SPGએ લગ્ન નોંધણીનું રાજ્ય વ્યાપી રેકેટ ચાલતું હોવાનો આક્ષેપ કર્યો છે. એસપીજીએ દાવો કર્યો હતો કે, ફક્ત પાંચ જિલ્લામાં જ ચાર હજારથી વધુ બોગસ લગ્ન નોંધાયા છે. આ મામલે સંગઠને રાજ્ય સરકાર સમક્ષ તપાસની માગ કરી છે. સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલનો આક્ષેપ કર્યો હતો કે ખોટી રીતે લગ્નની નોંધણીનું રાજ્યવ્યાપી રેકેટ ચાલી રહ્યું છે. આ માટે તેમણે આંકડા પણ રજૂ કર્યા હતા. રાજ્યમાં પાંચ જગ્યાએ જ ચાર હજાર 130 લગ્નની નોંધણી ખોટી રીતે કરવામાં આવી છે. જેમાંથી આણંદ, બનાસકાંઠા, અમરેલી અને ખેડામાં લગ્નની ખોટી નોંધણીની સંખ્યા સૌથી વધુ છે.

SPGના લાલાજી પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠાના સમોના ગામમાં એક વર્ષમાં 159 લગ્ન નોંધણી થઈ હતી, જ્યારે બાલુન્દ્રામાં 3 મહિનામાં 70 લગ્નની નોંધણી થઈ હતી. અમરેલીના વડિયામાં 3 વર્ષમાં 1639 ખોટા લગ્નની નોંધણી થઈ હતી. ખેડાના લસુન્દ્રામાં બે વર્ષમાં આવા 460 તેમજ આણંદના રેલ, વલ્લી, ખાખસર અને જીનજ ગામમાં 5 વર્ષમાં 1802 લગ્ન નોંધણી એક જ અધિકારીએ કરી છે. આણંદના રેલ ગામમાં 1100ની વસ્તી સામે 1200 લગ્નની નોંધણી થઈ હતી.

તેમણે કહ્યું હતું કે, આ તો ફક્ત પાંચ જિલ્લાના આંકડા છે. જે બોગસ લગ્નની નોંધણીના રાજ્યવ્યાપી રેકેટ તરફ નિર્દેશ કરે છે. કેટલાક કિસ્સામાં તો લગ્નની વિધિ થઈ ન હોવા છતા લગ્નના પ્રમાણપત્ર આપી દેવાયા છે. અને ઘણા કિસ્સામાં લગ્નનું સ્થળ ખોટું દર્શાવવામાં આવ્યું છે. અધૂરા કે બનાવટી દસ્તાવેજોના આધારે પણ લગ્ન કરાવવામાં આવ્યા છે. રાજ્ય બહારના લોકો ગામના જૂના મંદિરોમાં લગ્ન કરે છે. એક જ વ્યક્તિ એકથી વધુ લગ્નોમાં સાક્ષી બન્યો હોવાનો પણ દાવો કરાયો છે. નોંધણી રજિસ્ટ્રાર સમક્ષ લગ્ન નોંધણીના દસ્તાવેજોની ખરાઈ પણ કરવામાં આવતી નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code