ભુપેન્દ્ર પટેલની સાથે મંત્રીમંડળે પણ રાજ્યપાલને રાજીનામું આપ્યું
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી પદ ઉપરથી આજે ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતજીને રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળે પણ રાજીનામું આપ્યું હતું. દરમિયાન આચાર્ય દેવવ્રતજીએ કાર્યકારી મુખ્યમંત્રીની જબાવદારી ભુપેન્દ્ર પટેલને સોંપી હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીના હોદ્દા પરથી તેમજ મંત્રી મંડળના સાથી સદસ્યોના રાજીનામાનો પત્ર રાજભવન ખાતે સુપ્રત કર્યો હતો. જેનો રાજ્યપાલએ સ્વીકાર કર્યો હતો અને અન્ય વ્યવસ્થા સ્થાપિત ન થાય ત્યાં સુધી તેમને રાજ્યના મુખ્યમંત્રી તરીકે મંત્રીમંડળના સદસ્યો સાથે કાર્યભાર સંભાળવા આગ્રહ કર્યો હતો.આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપા પ્રદેશ પ્રમુથ સી.આર. પાટીલ તથી અન્ય કેબીનેટ મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
નવા મંત્રી મંડળ માટે 12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે. જે માટે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધી કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માટે ૩ સ્ટેજ બનાવવામાં આવશે. જેમાં એક સ્ટેજ પર શપથવિધિ થશે જયારે અન્ય બે સ્ટેજ પૈકી એકમાં ભાજપના કેન્દ્રીય નેતાઓ અને એક સ્ટેજ પર સંતો મહંતો હાજર રહેશે. 12 ડિસેમ્બરે બપોરે 2 વાગે યોજનારા શપથવિધી કાર્યક્રમ અગાઉ હવે નવી સરકારના મંત્રીમંડળમાં કોને કોને સામેલ કરવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.


