Site icon Revoi.in

અમેરિકાઃ વાવાઝોડાએ તબાહી મચાવી,મિઝોરી સહિત 12 રાજ્યોમાં વ્યાપક અસર

Social Share

અમેરિકામાં ભયંકર વાવાઝોડાએ તબાહી મચાવી. મધ્ય અમેરિકામાં આવેલા ભયંકર વાવાઝોડાને કારણે મિઝોરી અને દક્ષિણપૂર્વ કેન્ટુકીમાં 21 લોકોનાં મોત થયા હતા. અનેક રાજ્યોમાં જાહેર માળખાને ભારે નુકસાન થયું હતું. 21 મૃત્યુમાંથી 14 કેન્ટુકીમાં જ્યારે 7 મોત મિઝોરીમાં થયા હતા. આ બે સાથે, ઇલિનોઇસ અને ઇન્ડિયાનામાં પણ ભારે નુકસાનના સમાચાર છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, શનિવાર સવાર સુધીમાં, એક ડઝન રાજ્યોમાં લગભગ 6 થી વધુ ઘરો વીજળી ગુલ થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો , જેમાં મિઝોરી અને કેન્ટુકી સૌથી વધુ પ્રભાવિત થયા હતા.