અમરેલીઃ સુવિધાઓથી સજ્જ માર્કેટીંગ યાર્ડથી ખેડૂતો-વેપારીઓને રાહત, કમોમસી વરસાદથી જણસ સલામત
અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલી કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ કેરી સહિતના પાકનું વેચાણ કરવા માટે મુક્યાં હતા. અનેક સ્થળો ઉપર માર્કેટ યાર્ડમાં પાકને નુકશાની થયાનું સામે આવ્યું હતું. જો કે, અમરેલીમાં વિશેષ સુવિધા સજ્જ માર્કેટ યાર્ડ ઉભુ કરાયું છે, જેમાં કમોમીસ વરસાદમાં એક કિલો જણસ પલડી નથી, જેથી ખેડૂતો અને વેપારીઓને મોટી રાહત મળી હતી. તેમજ આ માર્કેટીંગ યાર્ડને જોઈને ખેડૂતો અને વેપારીઓ રાજ્યમાં અનેક સ્થળો ઉપર આવા યાર્ડ ઉભા કરવાની માંગણી કરી છે.
કમોસમી વરસાદની સિઝનમાં સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ખેત જણસો પલડી જવાની તસવીરો જોવા મળે છે ત્યારે ગુજરાતનુ એક માર્કેટિંગ યાર્ડ એવુ પણ છે જ્યાં અત્યાર સુધીમાં ખેડૂતોની એક કિલો જણસ પણ પલડી નથી. કમોસમી વરસાદના કારણે ખેતરોમાં લહેરાતા પાકમાં ભારે નુકસાની થઈ છે. સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં રહેલી તૈયાર ખેત જણસો પણ સુરક્ષિત નથી, કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રના અનેક માર્કેટિંગ યાર્ડમાં લાખો રુપિયાની ખેત જણસો પલડી જતી હોય તેવી તસવીરો સામે આવે છે, આવા સંજોગોમાં અમરેલી માર્કેટિંગ યાર્ડ કદાચ એકમાત્ર એવુ માર્કેટિંગ યાર્ડ છે જ્યાં અત્યાર સુધીમાં ખેડૂતો ની એક કિલો જણસ પણ પલડી નથી. અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસો સાચવવા માટે ની જે અદ્યતન સુવિધાઓ છે તેના કારણે ખેડૂતો નિશ્ચીંત રહે છે.
અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડ એ ગુજરાતના અતિ આધુનિક માર્કેટિંગ યાર્ડ પૈકીનુ એક માર્કેટિંગ યાર્ડ છે, અહી ખેડૂતો માટે અને ખેડૂતો ની જણસો માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, માર્કેટિંગ યાર્ડ ના સત્તાધીશો જણાવી રહ્યા છે કે આ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં શેડ બનાવવામાં આવ્યા છે. આ શેડમાં ખેડૂતો પોતાની જણસો વાહન સાથે સુરક્ષિત રાખી શકે છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ખેતરમાં સુરક્ષિત ના હોય તે વાત કદાચ માની શકાય. પરંતુ માર્કેટિંગ યાર્ડમાં પણ સુરક્ષિત ન હોય તે ખેડૂતો માટે ખુબ પીડાદાયક છે. ત્યારે સૌરાષ્ટ્રના અન્ય માર્કેટિંગ યાર્ડ પણ અમરેલી જેવા આધુનિક હોય જોઈએ તેવુ ખેડૂતો ઈચ્છી રહ્યા છે.