Site icon Revoi.in

સુરતના કોસંબા નજીક હાઈવે પર ચાર વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, એકનો હાથ કપાયો

Social Share

સુરતઃ  અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતો વધતા જાય છે. ત્યારે કોસંબા નજીક સિમેન્ટ ભરેલા ત્રણ ટ્રેલર અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મત્યુ નિપજ્યુ નહોતું પણ લકઝરી બસમાં પ્રવાસ કરી રહેલા કેટલા પ્રવાસીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવમાં એર પ્રવાસીનો હાથ કપાય ગયો હોવાનું જાણવા મળ્યું છે.

નેશનલ હાઈવે 48 પર કોસંબા નજીક 3 ટ્રેલર અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર વાહનો એકબીજા સાથે અથડાતા એક વ્યક્તિનો હાથ કપાઇ ગયો હતો. જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  આજે વહેલી સવારે સુરત નેશનલ હાઇવે 48 પર કોસંબા નજીક ચાર વાહનો વચ્ચે વિચિત્ર અક્સ્માત સર્જાયો હતો. ત્રણ સિમેન્ટ ભરેલા ટ્રેલર અને એક પેસેન્જર ભરેલી ખાનગી લકઝરી બસ એકબીજાની પાછળ ટકરાઇ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનો હાથ કપાઇ ગયો હતો, જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા છે.  અકસ્માતના પગલે જિલ્લા ટ્રાફિક પોલીસ અને  NHAI વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાઇવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા હતા. જોકે અકસ્માતનો ભોગ બનેલા વાહનોને હાઇવે પરથી ખસેડીને હાઇવે ખુલ્લો કરી ટ્રાફિકને હળવો કરાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી વધુ તપાસ હાથ ધરી છે.