Site icon Revoi.in

અંબાજી-દાંતા હાઈવે પર ટ્રેલરની બ્રેક ફેઈલ થતા અકસ્માત સર્જાયો, મોટી જાનહાની ટળી

Social Share

અંબાજીઃ યાત્રાધામ અંબાજી-દાંતા હાઈવે પર હીલ વિસ્તારમાં વાહનો ચલાવવામાં ખૂબ તકેદારી રાખવી પડે છે. જેમાં ત્રિશુલિયા ઘાટીમાં એક માર્બલ પાવડર ભરેલા ટ્રેલરની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટના હનુમાનજી મંદિર નજીક બની હતી, જેમાં ટ્રેલર રોડ પરથી નીચે ઉતરી સેફ્ટી વોલ સાથે અથડાઈ ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઈવરને ઈજાઓ થતા તેને તાત્કાલિક દાંતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી.

આ અકસ્માતની વિગત એવી છે. કે, અંબાજી-દાંતા હાઈવે પર જેમાં ત્રિશુલિયા ઘાટીમાં એક માર્બલ પાવડર ભરેલા ટ્રેલરની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટના હનુમાનજી મંદિર નજીક બની હતી, જેમાં ટ્રેલર રોડ પરથી નીચે ઉતરી સેફ્ટી વોલ સાથે અથડાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ત્રિશુલિયા ઘાટી પર અવારનવાર અકસ્માતો થતા રહે છે, જે ચિંતાનો વિષય બન્યો છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર સમક્ષ ઘાટી પરના બમ્પ દૂર કરવાની અથવા ઘટાડવાની માંગ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે ઘાટી પર વધુ પડતા બમ્પ હોવાને કારણે વાહનોના બ્રેક ફેલ થવાની ઘટનાઓ બને છે. ત્રિશુલિયા ઘાટી બન્યા બાદ અત્યાર સુધીમાં અનેક અકસ્માતો થયા છે અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘાટી પર સલામતીના પગલાં લેવા અત્યંત જરૂરી છે.

 

Exit mobile version