
કચ્છમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
- કચ્છમાં ભૂકંપના આંચકા
- 3.2ની નોંધાઈ તીવ્રતા
- સ્થાનિકોમાં ભયનો માહોલ
ભુજ: કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. ભચાઉથી 19 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ભૂકંપનાં આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.હજી સુધી કોઈ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.