1. Home
  2. ગુજરાતી
  3. ફ્રેંચ ઓપનમાં ભારતીય જોડી સેમી ફાઈનલમાં દક્ષિણ કોરિયાની જોડી સામે ટકરાશે
ફ્રેંચ ઓપનમાં ભારતીય જોડી સેમી ફાઈનલમાં દક્ષિણ કોરિયાની જોડી સામે ટકરાશે

ફ્રેંચ ઓપનમાં ભારતીય જોડી સેમી ફાઈનલમાં દક્ષિણ કોરિયાની જોડી સામે ટકરાશે

0
Social Share

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા વિવિધ રમતો માટે ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવતા ભારતના ખેલાડીઓ દેશ-વિદેશમાં તિરંગાની શાન વધારી રહ્યાં છે. દરમિયાન ફ્રેંચ ઓપનમાં ભારતની જોડીએ જાપાનને હરાવીને સેમી ફાઈનલમાં જગ્યા બનાવી છે.

ભારતના સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી ફ્રેંચ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતીય જોડીએ જાપાનના ટાકુરો હોકી અને યુગો કોબયાશીની જોડીને 23-21,  21-18 થી માત આપી હતી.

હવે ભારતીય જોડી સેમિ ફાઇનલમાં દક્ષિણ કોરિયાની ચોઇ સોલ ગ્યુ અને કિમ વોન હો ની જોડી સામે ટકરાશે. ફ્રેંચ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચંદ્રક ઘરઆંગણે આવે તેવી ભારતને આશા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code